ધંધુકા તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત યુવા અભિયાનની શિબિર યોજાઈ - At This Time

ધંધુકા તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત યુવા અભિયાનની શિબિર યોજાઈ


ધંધુકા તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત યુવા અભિયાનની શિબિર યોજવામાં આવી હતી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. મેહુલ જાદવનાં માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કોટડા પ્રાથમિક શાળામાં ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0ની કાર્ય શિબિર કરવામાં આવી જેમાં તમામ વિદ્યાર્થીને તમાકુ મુક્ત શાળા, તમાકુ મુક્ત સોસાયટી તથા તમાકુ મુક્ત ગામ વિશેની જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ ગામ લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે હું મારા જીવનમાં 100 કલાક સ્વચ્છતા માટે અને કોઈ પણ પ્રકારની તમાકુની બનાવટનો ઉપયોગ કે સેવન કરીશ નહીં. તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જ્હાનવી મહેતા, આરોગ્ય કર્મચારી જગુભાઈ સાપરા, ચિંતનબેન કણઝરીયા, તથા આચાર્યશ્રી મહેન્દ્રસિંહની હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.