લખતર તાલુકામાં મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવેલ તુવેરદાળ પેકેટમાં ઘનેડા નીકળ્યા - At This Time

લખતર તાલુકામાં મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવેલ તુવેરદાળ પેકેટમાં ઘનેડા નીકળ્યા


લખતર તાલુકામાં મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવેલ તુવેરદાળ પેકેટમાં ઘનેડા નીકળ્યા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાકે મુખ્યમંત્રી માતૃ મુક્તિ યોજના તેમ વિચારતા લાભાર્થીઓસરકાર દ્વારા જીરો બાળ મૃત્યુ જીરો સગર્ભા માતા મૃત્યુ જીરો ધાત્રી માતા મૃત્યુ કમપેઈયન ચલાવવામાં આવે છે આ અંતર્ગત દર વર્ષે આરોગ્ય કર્મચારી આશાવર્કરને તાલીમ અને રીફેસર તાલીમ આપવામાં આવે છે સાથે સગર્ભા માતાની તંદુરસ્તી જળવાઈ રહે તેમાટે થઈને દર મહિને બે કિલો ચણા એક કિલો તેલ એક કિલો તુવેરદાળ આપવામાં આવે છે ત્યારે સરકારી આંગણવાડીમાંથી આપવામાં આવેલ તુવેરદાળનું પેકીંગ તોડતા તેમાંથી સળેલી તુવેરદાળ ઘનેડા સાથે નીકળી હતી સરકાર દ્વારા બાળક સગર્ભા માતા અને ધાત્રી માતાના આરોગ્ય માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે તેમને આપવામાં આવતા પૌષ્ટિક આહાર સળી ગયેલ હાલતમાં લાભાર્થીને મળે છે તેના માટે જવાબદાર કોણ ગુજરાત સરકારના લોગો વાળા પેકીંગ ઉપર ક્યાંય પેકીંગ ડેટ એક્સપાયરી ડેટ જોવા મળતું નથી આથી સગર્ભા માતાઓના મનમાં એકજ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આ મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના છે કે મુખ્યમંત્રી માતૃ મુક્તિ યોજના છે આવા સડેલા ધાન જમી સગર્ભા માતા બીમાર પડે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.