સમગ્ર દુધાળા ગામ ને કાયમી વીજ બિલ થી મુક્તિ આપનાર ઉદ્યોગ રત્ન રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિંદ ભગત ધોળકિયા નું અંટાળીયા ખાતે બહુમાન
અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના દુધાળા ગામના વતની હાલ સુરત રામકૃષ્ણ ગ્રુપ ના મોભી ઉધોગ રત્ન શ્રી ગોવિંદ ભગત ધોળકિયા એ માદરે વતન દુધાળા આખા ગામ માં સોલાર પેનલો પોતાના ખર્ચે લગાવી ને આખા ગામ ને વિજ બિલમાં થી મુક્ત કરેલ બદલ ભારતીય કિસાન સંઘ લાઠી લીલીયા તાલુકાના તેમજ અમરેલી જિલ્લા વતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા નુ અંટાળીયા મહાદેવના મંદિરે સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું આ તકે હાજર રહેલ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી જિલ્લા સદસ્ય રામજીભાઈ ગુજરાતી મંદિર ના ટ્રસ્ટી પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરીયા મંત્રી શ્રી વિઠલભાઈ માંદલીયા પ્રેમજીભાઈ મેંદપરા દુલાભાઈ નાવડીમાં દયાળભાઈ લાઠીયા મનસુખભાઈ મુલાણી હીરાભાઈ અકબરી હીમતભાઈ શિરોયા લીલીયા તાલુકા પ્રમુખશ્રી ધીરૂભાઈ સવસવીયા ડો કુંભારી સાહેબ આર .બી ભાલાળા નાનુભાઈ ગલાણી ભીખુભાઈ કથીરીયા ભોળાભાઈ કિકાણી જયંતિભાઈ ઉકાણી તેમજ સંસાલક શ્રી સાગરભાઈ હાજર રહેલ ઉદાર ઉદ્યોગ રત્ન ગોવિંદ ભગત ધોળકિયા ની આરોગ્ય જીવદયા શિક્ષણ ધાર્મિક વ્યસન મુક્તિ સહિત અનેક વિધ સેવા પ્રવૃત્તિ ની સરાહના સાથે સન્માન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.