PM મોદીએ રાયસણ ખાતે માતાની અર્થીને કાંધ આપી - At This Time

PM મોદીએ રાયસણ ખાતે માતાની અર્થીને કાંધ આપી


PM મોદી થયા ભાવુક, અશ્રુભીની આંખો સાથે માતાને આપી મુખાગ્નિ
પીએમ મોદીની હાજરીમાં માતા હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મોટા ભાઈ સોમા ભાઈ સાથે મળીને માતાને મુખાગ્નિ આપી હતી. આ સમયે પીએમ મોદી ભાવુક જોવા મળ્યા. પીએમ મોદીએ વિધિ વિધાનની સાથે માતાના અંતિમ સંસ્કાર કર્યા. ભાઈઓ અને પરિજનો સાથે મળીને તેઓએ માતાને મુખાગ્નિ આપી.
PM મોદીએ હીરાબાને આપી કાંધ, PM મોદીના માતા હીરાબા અંતિમ સફરે નીકળી ચૂક્યા છે, PM મોદીએ રાયસણ ખાતે માતાની અર્થીને કાંધ આપી છે. શાનદાર શતાયુ જીવન જીવ્યા બાદ આજે હીરાબા અંતિમ સફરે નીકળી ચૂક્યા છે. તો જુઓ માતા અને દીકરો અંતિમ સફરે કઈ રીતે પણ નાતો નીભાવી રહ્યા છે. પીએમ મોદીના માતૃશ્રીનું આજે એટલે કે શુક્રવારે સવારે 3.30 વાગે નિધન થયું છે. હીરાબાએ યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
PM મોદી માટે માતાનું મહત્વ શું છે? વાંચો તેમના જ શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું છે. હીરાબાએ આ વર્ષે 18 જૂને તેમનો 100મો જન્મદિવસ મનાવ્યો હતો. તે પ્રસંગે પીએમ મોદીએ ગાંધીનગર જઈને માતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ વડાપ્રધાને તેમની સત્તાવાર વેબસાઈટ 'narendramodi.in' પર 'મા' નામનો ભાવનાત્મક બ્લોગ લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું કે તેમના જીવન ઘડતરમાં તેમની માતાનું શું મહત્વ છે, નરેન્દ્ર મોદી માટે 'મા' શું છે, તેમના જ શબ્દોમાં.
હીરાબા પંચમહાભૂતમાં વિલીન: PM મોદીની આંખો ભીની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાની અંતિમ સફરમાં પીએમ મોદી પણ તેમની સાથે રહ્યા. શબવાહિનીમાં પણ માતાની સાથે જોવા મળ્યા. અંતિમરથમાં પીએમ મોદીની સાથે તમામ ભાઈઓ અને તેમના દીકરા પણ હતા. PM મોદીએ માતા હીરાબાને કાંધ આપી હતી. સેકટર-30ના મુક્તિધામમાં હીરાબા પંચમહાભૂતમાં વિલીન થયા. PM મોદી સહિત તમામ ભાઇઓએ ભારે હૈયે માતાને મુખાગ્નિ આપી. PM મોદી થયા ભાવુક.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા નું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. માતાને અગ્નિદાહ આપ્યાના કલાકોમાંજ ફરજ પર પાછા ફર્યા PM મોદી PM મોદીની માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થયુ ત્યારે દિલ્હીથી PM મોદી માતાના અંતિમ સંસ્કાર કરવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. એક પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. મોદીજી ના જીવનમાંથી પ્રેરણાત્મક વાત કહી શકાય કે તેઓ હંમેશા પોતાની દેશ સેવાની સાથે સાથે પોતાના કર્તવ્ય નિભાવવાને લઇને અવ્વલ રહે છે. એક પુત્ર તરીકે વજ્રઘાત કહેવાય કે માતાનું નિધન થયુ છે આ દુ:ખ નાનુ સૂનુ ન કહેવાય આમ છતા આજે પોતાના પુત્ર તરીકેનું કર્મ નિભાવીને હવે દેશ પ્રત્યેની તેમની ફરજ નિભાવામાં પાછળ રહ્યા નહી. માતાને અંતિમ વિદાય આપ્યાને માત્ર 3 કલાક બાદ જ PM મોદી વર્ચ્યુઅલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પોતાના કર્તવ્ય નિભાવશે.
PM મોદીની માતાના નિધન પર સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ,જાણો કોણે શું કહ્યું
ભારતના પીએમ મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સારી ન હતી. આ માટે તેમને બુધવારે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પીએમની જિંદગીમાં આવેલી આ દુઃખદ ઘડીમાં બોલિવૂડ સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.