બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગોંડલ અને જસદણના સંતો તથા મંત્રી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું હતું
ખાનપર રોડ સીસી રોડ મંજૂર કરાવવા બદલ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાનો સંતો હરિભક્તો તેમજ આ વિસ્તારના આગેવાનો દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના ખાનપર રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ની હાજરીમાં ઉપસ્થિતિમાં આ વિસ્તારના આગેવાનો હરિભક્તો દ્વારા એક સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. નૂતન વર્ષના આ સ્નેહમિલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત હરિભક્તો તેમજ આગેવાનો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. તેમજ જસદણ અકાશી મેલડી માતાના મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધી ખાનપર રોડ સીસી રોડ મંજુર થયો હોય તેમજ મંદિરથી આગળ ડામર પેવર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા ઍ મંજૂર કરાવતા ઉપસ્થિત સંતો તથા હરિભક્તોએ ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર પ્રગટ કર્યો હતો. જસદણ તેમજ ગોંડલ થી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશીર્વાદ દેવા પધાર્યા હતા. આ ઉપરાંત સંતો સાથે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારવાનો પણ લાભ લીધો હતો. ગોંડલ થી પૂજ્ય કોઠારી દિવ્ય પુરુષ સ્વામી તથા આરુણી ભગત પધારેલ. જસદણ વિસ્તારના સંત નિર્દેશક શ્રી પૂજ્ય અમૃત ચરણ સ્વામી પૂજ્ય સત્સંગ પ્રિય સ્વામી એ કુવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી ના નવા વર્ષના સ્નેહમિલન માટે સુંદર આયોજન કરેલ. તેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેલા વૃંદાવન ગૌશાળા ખાનપર દેવશીભાઈ છાયાણી, લાલજીભાઈ કોટડીયા, કુડોજ રેસ્ટોરન્ટ તથા તીર્થ બિલ્ડર ગ્રુપના કલ્પેશભાઈ છાયાણી, તથા કીરીટભાઇ છાયાણી બીએપીએસ મંદિરના અગ્રણી હરિભક્ત ભરતભાઈ રામાણી, વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ ના ભાવેશભાઇ વેકરીયા તથા યાર્ડના પુર્વ ડીરેક્ટર નરેશભાઇ તેમજ સત્સંગ મંડળ વતી કાર્યકરો તથા હરિભક્તોએ પધારી પૂજ્ય કોઠારી દિવ્ય પુરુષ સ્વામી ના આશીર્વાદનો લાભ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.