વધુ 15 ડેરીમાં દરોડા પાડી દૂધના નમુના લેતી મનપા : મિલાવટ રોકવા સરકારનો આદેશ - At This Time

વધુ 15 ડેરીમાં દરોડા પાડી દૂધના નમુના લેતી મનપા : મિલાવટ રોકવા સરકારનો આદેશ


મ્યુનિ. કોર્પો.ની આરોગ્ય શાખા દ્વારા ગત સપ્તાહથી દૂધના નમુના લેવા શરૂ કરવામાં આવ્યા છે અને સામાકાંઠાથી માંડી ન્યુ રાજકોટ સુધીની વધુ 15 ડેરીમાંથી ભેંસના દૂધ, ગાયના દૂધ અને મીકસ દૂધના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાજય સરકારની સૂચનાથી દૂધમાં ભેળસેળ રોકવા આ કડક ઝુંબેશ આગળ વધારવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ડ્રાઇવમાં પેડક રોડની રાધેશ્યામ ડેરી, શ્રી રામ ડેરી, અક્ષર હાઇટસમાં અવધ ડેરી, કુવાડવા રોડના ક્રિસ્ટીલ સીટી, જલારામ કોમ્પ્લેક્ષના જાગનાથ ડેરી, હનુમાન મઢી ચોકના હરભોલે ડેરી, રૈયા રોડ, રામેશ્ર્વર પાર્કની ગાયત્રી ડેરી, 150 ફુટ રોડ, ધરમનગર પાસે રવિ રેસીડેન્સીમાં આકાશ ડેરી, સ્ટર્લિંગ પાછળ ધરમનગર શોપીંગ સેન્ટરમાં શ્યામ ડેરી, મવડી અંબિકા ટાઉનશીપ પાસે વસંત વાટીકામાં ઘનશ્યામ ડેરી, જીવરાજપાર્ક, કસ્તુરી રેસીડેન્સીમાં જય યોગેશ્ર્વર, કેનાલ રોડની મહેશ વિજય ડેરી, મંગલા રોડ રાજયોગ એપાર્ટમેન્ટમાં વિશાલ ડેરી, રામકૃષ્ણ આશ્રમ મેઇન રોડ પર શિવશકિત ડેરી, મનહરપ્લોટમાં વિદ્યાનગર મેઇન રોડ પર ગાયત્રી ડેરીમાંથી આ નમુના લેવાયા છે. તાજેતરમાં જ દૂધમાંથી ફેટ કાઢી, વેજીટેબલ ઓઇલ અને પાણીની ભેળસેળનો રીપોર્ટ એક જગ્યાએથી બહાર આવ્યો હતો. તો વધુ 15 ડેરીના દૂધના નમુના લેબોરેટરીમાં મોકલીને પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.
મનપાના ફૂડ વિભાગની ટીમ તથા સેફટી વાન સાથે શહેરના બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓને ત્યાં 10 નમુનાની ચકાસણી કરી આઠ વેપારીને નોટીસ આપી છે. જેઓને નોટીસ અપાઇ છે તેમાં (1) જય સિયારામ (2)જોગી ઘૂઘરા (3)સંધ્યા મદ્રાસ કાફે (4) ચામુંડા ભેળ સેન્ટર (5)તડકા ચાઇનીઝ (6) જલારામ વડાપાઉં (7) એ-વનદાલબાટી (8)સિધ્ધી વિનાયક દાળપકવાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (9)એચ એસ વડાપાઉં (10)શ્રી શિવશક્તિ ચાઇનીઝ (11)ઓમ પનીર સૂરમાં (12)જય ખોડિયાર ચાઇનીઝ (13)રાધેશ્યામ ચાઇનીઝ (14)જય ગણેશ મદ્રાસ કાફે (15)કચ્છી દાબેલી (16)તિરૂપતી મદ્રાસ કાફે (17)ગણેશ પાઉંભાજી (18)અખિયા ચાઇનીઝ (19)એમ જી એમ પાઉંભાજીમાં તપાસ કરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.