વઢવાણ ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ તથા મહિલાલક્ષી યોજના અંતર્ગત શિબિર યોજાઈ.
તા.24/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, વઢવાણ ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ તથા મહિલાલક્ષી યોજના અંતર્ગત શિબિર યોજાઈ હતી.આ શિબિરમાં એડવોકેટ રાજશ્રીબેન ત્રીવેદી દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ - ૨૦૦૫ કાયદાની માહિતી આપવામાં આવી હતી તેમજ કાનુની સેવા સતા મંડળના લીગલ સુપ્રિટેન્ડ કે.આર દવે દ્વરા કાનુની સેવા સતા મંડળની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા કલ્યાણ અધિકારી જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંસ્થાના માનદ.મંત્રી પન્નાબેન શુકલ દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી જલ્પાબેન ત્રીવેદી દ્વારા શાબ્દીક સ્વાગત કરવામા આવ્યું હતું તેમજ સંસ્થાના ખજાનજી ઉષાબેન દ્વારા આભારવિધી કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં એડવોકેટ અલ્પાબેન જાદવ, ચંદ્રિકાબેન પંડ્યા તેમજ જિલ્લા કોર્ડીનેટર શૈલેષભાઇ જેસડીયા ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.