શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય કુમાર છાત્રાલયનો 30 મી વાર્ષિક સાધારણ સભા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાશે
શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય કુમાર છાત્રાલય, જૂનાગઢનાં સર્વ સભાસદ ભાઇઓને જણાવવામાં આવે છે કે સને ૨૦૨૨-૨૩ વર્ષનાં હિસાબો માટેની તેમજ આગામી વર્ષ માટેની કાર્યવાહી માટે સને ૨૦૨૩ના વર્ષની ૩૦મી વાર્ષિક સાધારણ સભા શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય સમાજ, ગાંધીગ્રામ, જૂનાગઢ મુકામે તા. ૨૪-૦૯-૨૦૨૩ ના રોજ રવિવાર સવારે ૯:૩૦ કલાકે સાધારણ સભાની બેઠક મળશે. તો દરેક સભાસદ ભાઇઓને ઉપરોક્ત તારીખ, આ તકે ભોજનનું આયોજન રાખેલ છે
આ તકે ગત માર્ચ એપ્રીલ ૨૦૨૩ દરમ્યાન ધો. ૧૦ તથા ૧૨ તેમજ સ્નાતક અનુસ્નાતક તેમજ ડીગ્રી/ડીપ્લોમાં ઉપરાંત ખાસ પ્રકારના અભ્યાસ ક્રમમાં સારી ટકાવારીથી સફળ થયેલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓનું બહુમાન કરવાનું નક્કિ કરેલ છે. ચકાસણી માટે જરૂરી માર્કશીટની પ્રમાણીત ઝેરોક્ષ (ફોર્મ સાથે અરજી કરવી ફરજીયાત છે. ફોર્મ છાત્રાલય ખાતેથી મળશે ) તેમજ ભરેલ ફોર્મ તા. ૩૧-૦૮-૨૦૨૩ સુધીમાં જૂનાગઢ ખાતે સમાજની ઓફિસે મોકલી આપવાનુ રહેશે. જેથી અગ્રતાક્રમ પ્રમાણે પુરસ્કાર આપી શકાય. તેવી યાદી પ્રમુખ સિસોદિયા રામભાઈ ભુરાભાઈની યાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.