સાયલા ની નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નંબર-૩ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો. - At This Time

સાયલા ની નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નંબર-૩ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો.


સાયલા ની નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર શાળા નંબર-૩ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમ આયોજનબદ્ધ સાથે ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો.*
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપપ્રાગટયથી કરવામાં આવી હતી.આચાર્યશ્રી ભરતસિંહ રાઠોડ દ્વારા સૌ ઉપસ્થિત લોકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા ની વિદ્યાર્થીની તેજસ્વીબા દ્વારા ગુરુવંદના વિશે વક્તવ્ય આપીને ગુરુ-શિષ્ય અને માતા-પિતાના મહત્વ વિશે સમજ આપી હતી.ચૈતન્યભાઈ વ્યાસ દ્વારા ગુરુનું મહત્વ સમજાવતું વક્તવ્ય આપ્યું હતું.તેઓએ વક્તવ્યમાં કહ્યું હતું કે જ્યાંથી શીખ કે શીખવા મળે તે આપણા ગુરુ અને પ્રથમ ગુરુ આપણા માતા-પિતા છે.ગોરડિયા હનુમાન જગ્યાના સમુદ્રગીરી દ્વારા આશીર્વચન આપ્યાં હતા.સૌરાષ્ટ્રની શુપ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાના સંત પૂજ્ય કરશનદાસબાપુ દ્વારા તેમના વક્તવ્યમાં સંસ્કાર અને સંતોના કાર્યોને વાગોળ્યા હતા.સદ્કાર્યો સાથે બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે દરેક વ્યક્તિનાં વાણી,વિલાશ અને વર્તન યોગ્ય હોવા જોઈએ તે વિશે વાત કરી હતી.ત્યારબાદ દરેક દિકરીઓએ પૂજન માટે લાવેલ થાળીમાં રહેલ કંકુ ,ચોખા થી માતા-પિતાને લગાવ્યા બાદ દીપ પ્રગટાવીને પોતાના માતા-પિતાની આરતી ઉતારીને પૂજન કર્યુ હતુ.માતા-પિતાએ આશીર્વાદ આપ્યા હતા.શિક્ષિકા રોહિણીબેન દ્વારા મંત્રોચાર અને શ્લોક સાથે સૌને પૂજન કરાવ્યું હતું.કાર્યક્રમના અંતે શિક્ષક શામજીભાઈ દ્વારા સૌનો આભાર માનીને કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.