ગઢડા(સ્વામીના) જળજીલણી એકાદશી નો સમૈયો ધામધૂમથી ઉજવશે
ગઢડા(સ્વામીના) જળજીલણી એકાદશી નો સમૈયો ધામધૂમથી ઉજવશે
ગઢડા(સ્વામીના) મુકામે શ્રી ગોપીનાથજી દેવ મંદિર દ્વારા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી ૨૦૦ વર્ષ પૂર્વે ની જળ જીલણી એકાદશી ના સમૈયા ની ઉજવણી આગામી વર્ષે ધામધૂમથી કરવામાં આવશે.
આ ધાર્મિક પ્રસંગે ધામધૂમ પૂર્વક ભગવાનની જળ યાત્રા ઘેલાનદીના કાંઠે યોજી નૌકા વિહાર તેમજ શહેરમાં લોકમેળા નું આયોજન વર્ષોથી થતું આવ્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નહી યોજાયેલા ઉત્સવ બાદ ચાલુ વર્ષે પાણીની વ્યવસ્થા અને અનૂકુળ વાતાવરણ ના કારણે આગામી તા. ૭-૯-૨૦૨૨, બુધવારે જળજીલણી એકાદશીનો સમૈયો ગોપીનાથજી દેવ મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવશે. આજથી ૨૦૦ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી આ પરંપરા અને ધર્મકાર્ય સાથે નો લોકોત્સવ આ વર્ષે પરંપરાગત રીતે રંગેચંગે ઉજવવા માં આવશે. આ માટે જળયાત્રા તથા નૌકાવિહાર અને મંદિર ના ગર્ભગૃહ માં ધાર્મિક પૂજન વિધિ પરંપરાગત રીતે કરવામાં આવશે જેની સમગ્ર હરીભકતોએ નોંધ લેવા ગોપીનાથજી દેવ મંદિર ના ચેરમેન હરીજીવનસ્વામી દ્વારા જણાવવામાં આવેલ છે
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.