ઉમંગ પ્રકાશન સંસ્થાન ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં. દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના વાંચકો માં ઉમંગ પ્રગટાવતી પુસ્તક ક્ષેણી ની ભેટ - At This Time

ઉમંગ પ્રકાશન સંસ્થાન ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં. દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના વાંચકો માં ઉમંગ પ્રગટાવતી પુસ્તક ક્ષેણી ની ભેટ


દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને મુંબઈ સ્થિત ગુણકારી વાંચન પ્રવૃત્તિ ના પ્રણેતા ઉમંગ પ્રકાશન સંસ્થાન ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં વાંચકો માં ઉમંગ પ્રગટાવતી પુસ્તક શ્રેણી ની ભેટ અર્પણ કરાય ઉમંગ પ્રકાશન સંસ્થાન ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ઉમંગ પ્રકાશન ના મોભી ચંદ્રખત્રી દ્વારા વ્યક્તિ વિકાસ વીર પુત્રો વિરાંગના વૈજ્ઞાનિક શોધસંશોધન વન પર્યાવરણ પ્રકૃતિ ને તાદ્રશ્ય કરવાતી પુસ્તક શૃંખલા નો સંપુટ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને અર્પણ કરાયો હતો વાંચક વર્ગ માં ઉમંગ પ્રગટાવતી પુસ્તક ક્ષેણી થી વાંચક વર્ગ એવમ સમગ્ર ટ્રસ્ટી મંડળ માં ખુશી વ્યાપી હતી ઉમંગ પ્રકાશન ના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ઉમંગ પ્રકાશન સંસ્થાન દ્વારા સુંદર અભિગમ સાથે રાજ્યભર માં ૨૫ લાખ ના પુસ્તકો વિવિધ સાહિત્ય સંસ્થાનો માં ભેટ આપી ઉમદા ઉદારણ પૂરું પાડતી ઉમંગ પ્રકાશન પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી અને સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉમંગ પ્રકાશન સંસ્થાન ના મોભી ચંદ્ર ખત્રી પ્રત્યે આભાર પ્રગટ કરી અભિનંદન પાઠવ્યા હતા 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.