ચોટીલા ના વડાલી માં કલેકટર દ્વારા પ્રાકૃતિક કૃષિ ફાર્મ ની મુલાકાત કરી.
સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કેયુર સંપટ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના એ ચોટીલા તાલુકાના વડાળી ગામના ખેડૂત હિતેશભાઈ મેનિયા ના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ની રૂબરૂ મુલાકાત લીધી. આ અંગે માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોને જે મુખ્ય પ્રશ્નો તે ઉત્પાદન ઘટવાના છે.રોગ જીવાત આવવાના છે. જેનું નિરાકરણ મેળવવું હોય તો ખેડૂતોએ જિલ્લાની અંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર થયેલા મોડેલ ફાર્મ પર મુલાકાત લેવી ખૂબ જરૂરી છે. જિલ્લામાં જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે આસપાસના ગામોના ખેડૂતો જેઓને આ ખેતીમાં રસ છે તેઓને પણ આ અભિયાનમાં જોડવા આત્મા પ્રોજેક્ટને અને ખેડૂતને પણ સૂચન કર્યું. સેન્ટર ફોર એન્વાયરોમેન્ટ એજ્યુકેશન ના નીતિનભાઈએ માહિતી આપતા જણાવ્યું કે અત્યારે ખેડૂતો ખેતી પાછળ રાસાયણિક ખાતરો પાછળ ખર્ચ વધારે છે તેમ છતાં ઉત્પાદનમાં વધારાના બદલે આજે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે જો પ્રાકૃતિક કૃષિ કરવામાં આવશે તો આ પ્રશ્નો નો ઉકેલ મળશે અને આવક વધશે. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા જણાવવામાં આવ્યું કે જિલ્લામાં ખેડૂતો મગફળીના પાક તરફ વાવેતર કરી રહ્યા છે ત્યારે મગફળીમાં પીળાશ આવવી એક સામાન્ય બાબત છે જેનું નિરાકરણ આ મોડેલ ફાર્મ પર મગફળી સાથે ચોળી પાક સાથે અનેકવિધ પાકો જો લઈશું અને દેશી ગાયના ગોબર ગૌમુત્રના આયામોનો ઉપયોગ કરીશું તો પ્રાકૃતિક ખેતી ખૂબ જ નફાકારક બની શકે છે. આ કાર્યક્રમમાં તાલુકાના પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી આત્મા ખેતીવાડી વિભાગ નો સર્વે સ્ટાફ અને ચોટીલા તાલુકા ઉપરાંત રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકા સહિતના 100 થી પણ વધુ ખેડૂતો ઉપસ્થિત રહી 30 થી પણ વધુ પાક સાથે હોય એવું આ મોડેલ ફાર્મ નિહાળ્યું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.