રાજકોટ શહેરમાં બે આધેડ સહિત ત્રણ વ્યક્તિના હાર્ટએટેકથી મોત
શહેરમાં બે આધેડ સહિત વધુ ત્રણ વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. સાધુવાસવાણી રોડ પરની જનકપુરીમાં રહેતા જિતેન્દ્રભાઇ દામજીભાઇ નામના 53 વર્ષના પ્રૌઢ મંગળવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું’તું. તેમજ ભગવતીપરામાં સ્વામિનારાયણ ડેરી વાળી શેરીમાં રહેતા આરિફભાઇ મહમદભાઇ નાહેદી (ઉ.વ.48)ને બે દિવસથી છાતીમાં દુખાવો થતો હોય બુધવારે સવારે તે પોતાની રિક્ષા લઇને હોસ્પિટલે દવા લેવા પહોંચ્યા હતા ત્યારે તેને છાતીમાં વધુ દુખાવો ઉપડ્યો હતો અને બેભાન થઇ ગયા હતા, તેમને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.