રાજકોટમાં ત્રીજા નોરતે ગરબા જામે તે સમયે જ ધોધમાર વરસાદ પડવાની શક્યતા, સમાપન સમયે પણ મેઘરાજા વિઘ્ન બનશે
નવલી નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. ગઈકાલે બીજા નોરતે રાજકોટમાં ક્યાંય વરસાદનો એક પણ છાંટો પડ્યો નહોતો. પરંતુ બફારાનું પ્રમાણ વધ્યું હતું અને ગરબાના સમાપન સમયે પણ વાતાવરણમાં ઠંડક જોવા મળી નહોતી. પરંતુ આજે મેઘરાજા રાજકોટમાં વિઘ્ન બની શકે છે. આજે રાતે 11 વાગ્યે ધોધમાર વરસાદ વરસી શકે છે, જે ગરબાના સમાપન સમયે પણ વરસાદ યથાવત રહી શકે છે. આથી ખેલૈયાઓમાં અત્યારથી જ ચિંતા પ્રસરી ગઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.