‘નમાઝ પઢવા જાવ છું’ કહીં રૂમમાં ગયેલી સગર્ભાનો આપઘાત - At This Time

‘નમાઝ પઢવા જાવ છું’ કહીં રૂમમાં ગયેલી સગર્ભાનો આપઘાત


રામનાથપરામાં આજે બપોરે 1.30 વાગ્યે વૈદારબેન રમઝાનભાઈ હોથી (ઉં. વ.34) નામની સગર્ભાએ રૂમમાં નમાઝ પઢવા જાઉં છું, તેમ કહીં રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી વિગત મુજબ, વૈદારબેન રમઝાનભાઈ હોથીના 6 માસ પહેલા જ લગ્ન થયા હતા. દરમિયાન તેઓ માનસિક અસ્વસ્થ રહેતા દવા ચાલુ હતી. દિવસો જતા તેણી સગર્ભા થઈ હતી. હાલ તેના ઉદરમાં પાંચ માસનો ગર્ભ હતો. ગર્ભાવસ્થાના કારણે તેની માનસિક અસ્વસ્થની બીમારીની દવા બંધ થઈ હતી. જેથી તે ચિંતિત રહેતી કે, આ દવા બંધ થઈ છે તો હવે તેનું અને તેના આવનાર બાળકનું શું થશે.
આ ચિંતામાં જ આજે બપોરે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો લગાવી લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તુરંત વૈદારબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. અહીં તેને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે એ. ડિવિઝન પોલીસે દોડી જઇ મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.