જસદણના કોઠી ગામમા ભગવાન શ્રી રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન
જસદણ તાલુકાના કોઠીગામમાં શ્રી રામદેવજી મહારાજ મંદિરની ત્રિ-દિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તા.૧૩મી જાન્યુઆરી સોમવાર પોષ સુદ પૂનમથી શરુ થઈ તા.૧૫મી જાન્યુઆરી બુધવારે પોષ વદ બીજએ પુર્ણાહુતી થશે. આ આયોજનમાં દર્શનનો લ્હાવો લેવા અને પ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને સમસ્ત કોઠી ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. ત્રિ-દિવસીય મહોત્સવના માંગલિક પ્રસંગોની ઝાંખી શ્રી રામદેવજી મહારાજ મંદિરની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય મહાયજ્ઞનું આયોજનમાં કર્મ આચાર્ય- શ્રી દિલીપભાઈ નટવરલાલ પંડયા કરશે. પાવનકારી પ્રથમ દિવસે નગરયાત્રા(રથયાત્રા.), મંગળકારી દ્વિતીય દિવસે સ્નપનવિધિ. કલ્યાણકારી તૃતીય દિવસે મુર્તિ પ્રતિષ્ઠા, તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રી કાર્યક્રમમાં પ્રથમ દિવસે મહિલા સત્સંગ મંડળ કોઠી દ્વારા થશે, દ્વિતિય દિવસ- ભવ્ય સંતવાણી, તેમજ તૃતીય દિવસ ૧૨ કલાકનું રામામંડળ રાખેલ છે. અને વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામા આવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.