મોરબી રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં યુવાન નો આપઘાત
રાજારામ સોસાયટીમાં રહેતા પ્રભાતભાઇ મૈસુરભાઇ મકવાણા (ઉ.વ.પ6) ગઇકાલે મોડી રાત્રે 11.45 વાગ્યાની આસપાસ મોરબી રોડ પર આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ઓફીસમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં તેમનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડી બનાવ અંગે જાણવા પરિવારજનોની પુછપરછ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત અનુસાર મૃતકને સંતાનમાં બે પુત્ર-બે પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.