રાજકોટ: ઘરકામ કરવા આવતી સગીરા પર મકાન માલિકનું દુષ્કર્મ - At This Time

રાજકોટ: ઘરકામ કરવા આવતી સગીરા પર મકાન માલિકનું દુષ્કર્મ


વેલનાથ પરામાં રહેતા નરાધમે તેને ત્યાં ઘર કામ કરવા આવતી સગીરાને ડરાવી ધમકાવી સબંધ રાખવા દબાણ કરી તેના પર દુષ્કર્મ ગુજારીયા હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે નરાધમ વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ વેલનાથ પરા સોસાયટીમાં રહેતો ધવલ ગિરીશ ગોહિલ નામના શખ્સને ત્યાં એક ૧૪ વર્ષની સગીરા ઘર કામ માટે આવતી તે સગીરાને આ નરાધમ ધવલે ડરાવી ધમકાવી અને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો. અને જો આ વાતની કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે આ સમગ્ર વાતની જાણ સગીરાની માતાને થતા તેને ધવલ ગિરીશ ગોહિલ વિરોધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેના વિરૂદ્ધ પોકસો હેઠલ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.