પંચમહાલ- શહેરાનગરમા આવેલા લાકડાના પીઠા, શૈક્ષણિક સંકુલ પર ફાયર સેફટીનો અભાવ જોવા મળતા સીલ કરવાની કામગીરી કરાઈ - At This Time

પંચમહાલ- શહેરાનગરમા આવેલા લાકડાના પીઠા, શૈક્ષણિક સંકુલ પર ફાયર સેફટીનો અભાવ જોવા મળતા સીલ કરવાની કામગીરી કરાઈ


શહેરા

પંચમહાલ જીલ્લામા વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ જીલ્લા તંત્ર દ્વારા મોલ, માર્કેટ, બહુમાળી કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ, કોચિંગ ક્લાસ, હોસ્પિટલ, શાળા/કોલેજ, પ્લે હાઉસ, સિનેમા વગેરેમાં ફાયર એન.ઓ.સી, ફાયર પ્રોવિઝન તેમજ બી.યુ પરમિશન અને એપ્રુવ પ્લાન વગેરે નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને જ્યાં આ નિયમોનું પાલન થયું ન હોય તેવી તમામ જગ્યાએ નોટિસ આપવી,સિલ કરવા,પેનલ્ટી અને ફરિયાદ દાખલ કરીને નિયમોનુસાર કાર્યવાહી થાય તે માટે સૂચના આપી હતી.જેના પગલે શહેરાનગરમાં પાલિકાતંત્ર અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ દ્વારા ફાયર સેફટીને લઈને ચકાસણી કરવામા આવી હતી. જેમા 3 જેટલા એકમોને સીલ કરવાની કામગીરી કરવામા આવી હતી.પાલિકાતંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે જેમાં 3 સંસ્થા મા ફાયર સેફ્ટી ના કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાથી તપાસ દ્વારા તેને સિલ કરવામાં આવ્યું હતુ. રાજકોટમાં થયેલા ગેમ ઝોન માં અગ્નિકાંડને લઈને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ હવે અગમચેતીના પગલાના લઈ રહ્યા આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના તાલૂકા મથકોમાં આવેલા,મોલ,વિવિધ એકમો સહિતના શૈક્ષણિક સંસ્થાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યા ફાયરસેફટીનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામા આવી હતી.વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામા આવી છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.