પોરબંદર તાલુકામાં આકાશી વીજળી પડવાના બનાવમાં બે મૃતકોના વારસદારોને તાત્કાલિક 4-4 લાખની સહાય ચૂકવાઇ - At This Time

પોરબંદર તાલુકામાં આકાશી વીજળી પડવાના બનાવમાં બે મૃતકોના વારસદારોને તાત્કાલિક 4-4 લાખની સહાય ચૂકવાઇ


*પોરબંદર તાલુકામાં આકાશી વીજળી પડવાના બનાવમાં બે મૃતકોના વારસદારોને તાત્કાલિક 4-4 લાખની સહાય ચૂકવાઇ*

*પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર વારસદારોના બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવી*

પોરબંદર તાલુકામાં બે દિવસ પહેલા કમોસમી વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાના બનાવો બન્યા હતા જેમાં અડવાણા અને વડાળા ગામના બે વ્યક્તિઓના મૃત્યુ થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના વારસદારોને રૂ.૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
પોરબંદર તાલુકાના અડવાણા ગામના જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા નું આકાશી વીજળી પડવાથી મૃત્યુ થયું હતું .આ અંગે સરકારશ્રી દ્વારા મળતી રાહત અંગે જરૂરી કાર્યવાહી કરી જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી પોરબંદર દ્વારા તાત્કાલિક સહાયની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મૃતકના વારસદાર પત્ની સુમરી બેન ને એસડીઆર એફ સરકારી ફંડ માંથી રૂપિયા ચાર લાખની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવી ચૂકવવામાં આવી છે. બીજા એક બનાવમાં અને વડાળા ગામના મૃતક બાલુભાઈ કારાભાઈ ઑડેદરાનું પણ આકાશી વીજળી પડવાથી મૃત્યુ થતાં તેમના વારસદાર પિતાશ્રી કારાભાઈ ના બેંક ખાતામાં રૂ.ચાર લાખ ની સહાય ચૂકવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.