ઉપાડના રૂપિયા લઈ વતન જવાના ભાગી જવાના મુદ્દે ખૂની ખેલ ખેલી ફરાર થયો હતો, નિંગાળાની સીમમાંથી પોલીસે દબોચી લીધો
ધારિયાના ઘા ઝીંકી ધડથી માથું નોખું કરી નાંખ્યું હતું
(પ્રતીનિધિ:- વનરાજસિંહ ધાધલ)
ઉપાડના રૂપિયા લઈ જવા મુદ્દે થયેલા ઝઘડામાં શખ્સે ઉશ્કેરાઈ જઈ ખેતમજૂરનું માથું કાપી હત્યા કરી નાંખ્યાની ચકચારી ઘટનામાં પોલીસે હત્યારા શખ્સને નિંગાળાની સીમમાંથી દબોચી લીધો હતો.
બનાવની મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે ગત સોમવારે રાત્રિના સમયે વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા ભયલાલ જીવણભાઈ ભીલ નામનો શખ્સ ઉપાડ પેટે લીધેલા ૧૦ હજાર રૂપિયા લઈ પોતાના વતન ભાગી જવાનો હોય, જે વાતને લઈ ભયલાલ ભીલ અને મગનભાઈ ઉધવાભાઈ ભીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે વાતને લઈ ઉશ્કેરાઈ ગયેલા ભયલાલ ભીલ નામના શખ્સે મગનભાઈને ગળાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી ધડથી માથું નોખું કરી કરપીણ હત્યા કરી નાંખી હતી. હત્યાના આ ચકચારી બનાવ અંગે રાજુભાઈ પરશોત્તમભાઈ વનાળિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગઢડા પોલીસે હત્યારા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. આ દરમિયાન હત્યારો ફોનનો ઉપયોગ કરતો નહીં હોવાથી તેમજ પોતે પરિવારથી અલગ એકલો અલગ-અલગ ગામના સીમ વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાથી તેમજ તેના વતન કે સગાસબંધીઓમાં કોઈ સંપર્ક ધરાવતો નહીં હોવાથી શખ્સને શોધવો મુશ્કેલ બન્યો હતો.
જેના કારણે ગઢડા પીએાઈ એમ.જી. જાડેજા, પીએસઆઈ જી.જે. ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ, ટેકનિકલ સોર્સની મદદ લઈ સોશિયલ મીડિયામાં આરોપીનો વોન્ટેડ તરીકે ફોટો વાયરલ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં હત્યારો નિંગાળા ગામે સીમ વિસ્તારમાં આંટા-ફેરા કરતો હોવાની બાતમી મળતા ગઢડા પોલીસે દોડી જઈ જગ્યાને કોર્ડ કરી હત્યારા ભયલાલ જસુભાઈ ઉર્ફે જીવણ ભીલ (રહે, સારંગપુર, તા.સંખેડા, જિ.છોટા ઉદેપુર, હાલ મોટી કુંડળની સીમ, તા.ગઢડા)ને ઝડપી લઈ ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.