ઝાલાવાડ પંથકમાં સતત વરસાદ નાં લીધે ખેડૂતો બન્યા ચિંતિત - At This Time

ઝાલાવાડ પંથકમાં સતત વરસાદ નાં લીધે ખેડૂતો બન્યા ચિંતિત


*ઝાલાવાડ પંથકમાં પાચ દિવસ સુધી વરસાદના લીધે કપાસના પાક અને મગફળી પાક ને નુકશાન*.

(ભાદરવો ભરપુર થતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો)

ઝાલાવાડ પંથકમાં છેલ્લા પાચ દિવસથી ગાજવીજ સાથે વરસાદના લીધે કપાસના પાકને નુકશાન થયુ હોવાનુ નજરે પડી રહ્યુ છે જેમા ઝાલાવાડ પંથકના ધ્રાંગધ્રા, વઢવાણ, મુળી,થાન,ચુડા, સહિતના તાલુકામાં છેલ્લા પાચ દિવસથી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા દરોજ નો આશરે અડધા થી અઢી ઈંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમા નદી નાળા અને વોંકળા છલકાયા હતા જેના લીધે ખેતરોમા પણ પાણી ભરાયા હતા. આ તરફડતો દ્વારા કપાસના વાવેતર બાદ હવે પ્રથમ વીણી એટલે કે કપાસનો પહેલો ફાલ ઉતારવાનો સમય હોય અને તેવા સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાવાની કપાસના પ્રથમ ફાલને નુકશાન થયુ છે અને મગફળીનો તૈયાર થઈ ગયેલો પાક ખેડૂતોના મોઢામાં આવેલો કોડીયો છીનવાઈ ગયો જેથી ખેડુતો માટે ભાદરવનો વરસાદ કપાસના વાવેતરને નુકશાન પહોંચાડતા ધરતીપુત્રોમા ચિંતા પ્રસરી છે.ખેડૂત આગેવાન શક્તિ સિંહ ઝાલા એ જણાવ્યું હતું કે ખેડૂતો ને ખુબ મોટું નુક્સાન પાક માં થયેલ છે તો સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સર્વે ની કામગીરી ચાલુ કરવામાં આવે અને વળતર ચૂકવવા માં આવે તેવી માંગ કરવામાં આવી છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.