શશી અજવાસુ ચેરીટેબલ ટ્રસ્ટ ડો. હેડગેવાર પ્રાથમિક શાળા નં ૭૪ નાં દરેક વિધાર્થીઓને ૭ (સાત) ચોપડા તથા નાના બાળકોને વોટરબેગનું પણ વિતરણ કરાયું. - At This Time

શશી અજવાસુ ચેરીટેબલ ટ્રસ્ટ ડો. હેડગેવાર પ્રાથમિક શાળા નં ૭૪ નાં દરેક વિધાર્થીઓને ૭ (સાત) ચોપડા તથા નાના બાળકોને વોટરબેગનું પણ વિતરણ કરાયું.


રાજકોટ કન્યા કેળવણી,શાળા પ્રવેશોત્સવ–૨૦૨૨ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને ૭ (સાત) ચોપડા તથા નાના બાળકોને વોટરબેગનું પણ વિતરણ કરાયું હતું.
શશી અજવાસુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક દાયકાથી દર્દીનારાયણ–દરીદ્રનારાયણ, ઝુંપડપટ્ટીના જરૂરીયાત મંદ બાળકોને અવારનવાર સહાય, શહેરની અનેક ગૌશાળામાં ગૌમાતાને ઘાસચારો તથા લાડુ ખવડાવવાની સાથોસાથ ચકલીને પાણી પીવાના કુંડા–માળાનું નિઃશુલ્ક વિતરણ, શહેરભરમાં 'વૃક્ષો વાવો જીવન બચાવો' અભિયાન અંતર્ગત વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાની કામગીરી ક૨વામાં આવે છે. સાથમાં જ વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાય છે. જીવલેણ બીમારી કોરોના કાળમાં જરૂરીયાત દર્દીનારાયણને ઓકિસજનનાં બાટલાનું પણ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવાળીના પવિત્ર તહેવાર નિમીતે ઝુંપડપટ્ટીના બાળકોને ફટાકટા તથા મીઠાઈનું વિતરણ, મકર સક્રાંતિના પર્વ નિમીતે બાળકોને પતંગ તથા ચિકીનું વિતરણ કરાય છે.
આ ચોપડા વિતરણ કાર્યક્રમને શુભેચ્છા પાઠવવા નરેન્દ્રસિંહ ઠાકુર (મહામંત્રીશ્રી શહેર ભાજપ), સંગીતાબેન છાંયા (વાઈસ ચેરમેનશ્રી નગરપ્રાથમિક શિક્ષણ સમિતી), ધૈર્યભાઈ મનીષભાઈ પારેખ (સદસ્યશ્રી નગરપ્રાથમિક શિક્ષણ સમિતી), દિપાબેન કાચા (મંત્રીશ્રી શહેર ભાજપ), મીહીરભાઈ દેવીદાસભાઈ, તથા શશી અજવાસુ ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય પ્રણેતા પૂ.બાશ્રી ઉર્મિલાબેન ત્રિવેદી તથા ટ્રસ્ટના પ્રમુખ પિયુષભાઈ એસ. ત્રિવેદી, જેન્તીભાઈ ચાવડા (ખજાનચી), અલ્પાબેન પી. ત્રિવેદી, ચિંતનભાઈ દવે, પિયુષભાઈ એમ. દવે, દેવાંગીબેન પી. દવે, વિપુલભાઈ ડી. જાની, શ્રધ્ધાબેન વી. જાની, ધવલભાઈ એસ. દવે, દિવ્યમ પી. દવે, તિર્થ પી. ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહયાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા નં. ૭૪ નાં આચાર્યશ્રી દર્શનાબેન જાની તથા સ્કૂલના તમામ સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.