જીવન માં બધું જ સમજવા ની કોશિશ ન કરવી ક્યારેક કોઈ વાત સમજવા કરતા સ્વીકારી લેવાની હોય અત્યારે ૧૮ મી લોકસભા સાથે પાંચ વિધાનસભા બેઠકો ની પેટા ચૂંટણી માં ભાજપ પ્રવેશ વાળી કોંગ્રેસ યાને (ભાગ્રેસ) પણ લડી રહી છે ભાજપના જૂના જોગી ઘરે બેસાડી વફાદાર અને સમર્પિતો ને ગાભામારુ ગણી ને પક્ષપલટુઓનો વટ પડી રહ્યો છે - At This Time

જીવન માં બધું જ સમજવા ની કોશિશ ન કરવી ક્યારેક કોઈ વાત સમજવા કરતા સ્વીકારી લેવાની હોય અત્યારે ૧૮ મી લોકસભા સાથે પાંચ વિધાનસભા બેઠકો ની પેટા ચૂંટણી માં ભાજપ પ્રવેશ વાળી કોંગ્રેસ યાને (ભાગ્રેસ) પણ લડી રહી છે ભાજપના જૂના જોગી ઘરે બેસાડી વફાદાર અને સમર્પિતો ને ગાભામારુ ગણી ને પક્ષપલટુઓનો વટ પડી રહ્યો છે


જીવન માં બધું જ સમજવા ની કોશિશ ન કરવી ક્યારેક કોઈ વાત સમજવા કરતા સ્વીકારી લેવાની હોય

અત્યારે ૧૮ મી લોકસભા સાથે પાંચ વિધાનસભા બેઠકો ની પેટા ચૂંટણી માં ભાજપ પ્રવેશ વાળી કોંગ્રેસ યાને (ભાગ્રેસ) પણ લડી રહી છે

ભાજપના જૂના જોગી ઘરે બેસાડી વફાદાર અને સમર્પિતો ને ગાભામારુ ગણી ને પક્ષપલટુઓનો વટ પડી રહ્યો છે

સતા અને સામર્થ્ય કાયમ નથી રહેતું ભલે રાઈટ ટુ રિકોલ ની દેશ માં કાનૂની જોગવાઈ નથી પણ દેશ માં ચૂંટાયેલી સરકારે ઘેર બેસાડી દેવાઈ હતી
અત્યારે ટોક ઓફ ધી ટાઉન આગામી લોકસભા ની ચૂંટણી ને લઈ ચર્ચા ઓ ચાલે છે તેમાં ઘણી નવી કહેવતો વ્યગ અને ગોઠવણ અંગે ખાસુ ધ્યાન ખેંચે તેવી ગુજરાત ની અમુક બેઠકો કોંગ્રેસ માટે લક્કી સાબિત થશે તેવું નિષ્ણાંતો સમીક્ષકો માને છે ગેનીબેન ઠાકોર અને જેનીબેન ઠુંમર ની જોડી જીતશે ગેનીબેન અને જેનીબેન ની જોડી મહિલા મતદારો માં ખૂબ લોકપ્રિય છે ગુજરાતમાં લોકસભાના ભાજપના ૨૭ % જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના ૨૬ માંથી ૭ બેઠકો પર ભાજપ નહીં પણ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો જંગ શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા અને પુનમ માડમ સામેલ છે. ગુજરાતમાં ૧૮ મી લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે, આ ૨૬ ઉમેદવારોમાંથી ભાજપના ૨૭ ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી કે પક્ષપલ્ટુ કે પછી એક યા બીજી રીતે કોંગ્રેસ પરિવાર સાથે નાતો રહ્યો છે. ભાજપના ૨૬ માંથી ૭ ઉમેદવારોનો નાતો ભૂતકાળમાં કોંગ્રેસ પરિવાર સાથે રહ્યો છે. એક રીતે લોકસભાની સાત બેઠકો ઉપર ભાજપ સામે કોંગ્રેસ નહિ પરંતુ કોંગ્રેસ સામે કોંગ્રેસ ચૂંટણી લડશે. બીજી તરફ પક્ષપલ્ટુઓનો દબદબો યથાવત્ રહ્યો છે. આ સાત ઉમેદવારોમાં શોભનાબહેન સાબરકાંઠા બેઠક ઉપર ભાજપમાં શોભનાબહેન બારૈયાને ટિકિટની લોટરી લાગી છે, આ ઉમેદવારના પતિ મહેન્દ્રસિંહ કોંગ્રેસ ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે, વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રાંતિજથી જીત્યા હતા, એ પછી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડયો હતો, એ પછી ઓગસ્ટ ૨૦૨૨માં ઉમેદવારના પતિ મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો, એક રીતે મૂળ કોંગ્રેસી પરિવારમાંથી ટિકિટ મળી છે.સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને પણ લોટરી જ લાગી છે, તેઓ એક સમયે તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે હતા.સાંસદ પ્રભુ વસાવાને બારડોલીમાંથી ફરી એક વાર રીપિટ કરાયા છે. વસાવા વર્ષ ૨૦૧૨ માં કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા, એ પછી ૨૦૧૪ માં પક્ષપલ્ટો કરી ભાજપ ભેગા થયા હતા. ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણ ફરી રીપિટ થયા છે, તેઓ પણ એક સમયે કોંગ્રેસમાં સક્રિય હતા. પાટણમાં ભરતસિંહ ડાભી રીપિટ થયા છે, તેઓ એક સમયે કોંગ્રેસમાં હતા.કચ્છના વિનોદ ચાવડા પણ કોંગ્રેસ સાથે હતા.સતા અને અને સામર્થ્ય કાયમ નથી રહેતું (સમય સમય બળવાન નહિ પુરૂષ બળવાન કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ બાણ) પણ સતા માટે ગમે તેવા સિદ્ધાંતો સાથે સગવડીયું સમાધાન કરતા નેતા ઓ જોવા મળે છે એક સમયે રાઈટ ટુ રિકોલ પ્રજાકીય અધિકાર નો ઉપીયોગ કરી ૧૫ માર્ચ ૧૯૭૪ માં ચીમનભાઈ ની સરકાર ને ઘેર બેસાડી દેવાઈ હતી નવનિર્માણ આંદોલન થી ભલે આપણા દેશ માં ચૂંટાયેલ જનપ્રતિનિધિ ઓને પાછા ઘેર બેસાડવા ની કાનૂની જોગવાઈ નથી પણ મોંઘવારી મુદ્દે સંપૂર્ણ સરકાર વિરુદ્ધ ફાટી નીકળેલ જન આક્રોશે કાયદા કરતા પણ પ્રચંડ જન આંદોલન થી ઘેર બેસવું પડેલ
દેશ ની સર્વોચ્ચ અદાલત ની વારંવાર ટકોર પછી તંત્ર સુધારવા નું નામ નથી લેતું તાજેતર માં ચોથી જાગીર ની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા તંત્ર ની ઝાટકણી સાથે ચીફ જજસ્ટિસ ની અધ્યક્ષતા વાળી ત્રણ જજ ની બેંચે સમાચાર પ્રકાશન ઉપર રોક લગાવી પ્રતિબંધ ન મૂકી શકાય તેવો મહત્વ નો ચુકાદો આપ્યો હતો કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સમાચાર પ્રકાશન કરવા કે લેખ અભિવ્યક્તિ ની સ્વાતંત્રતા ના મામલે સમાચાર પ્રકાશન મનાઈ હુકમ લાદવાથી સ્વતંત્રતા ઉપર ગંભીર અસર થાય છે આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથ બ્લુમબર્ગ સંબધિત તિરસ્કાર ની અરજી સંદર્ભે ન્યાય ના વિશાળ હિત માં સીમાચિન્હ રૂપ ચુકાદો આપ્યો હતો
લોકલ એરિયા ડેવલોપમેન્ટ ૨૦૧૯ ની લોકસભા માં મોટા ભાગ ના સાંસદો ની ગ્રાન્ટ નું અડધું ફંડ પણ ન વાપરી શકતા વણવપરાય પડી રહેવા પામી ૪૪૦ કરોડ ની ગ્રાન્ટ માંથી ૨૨૦ કરોડ વપરાયા હોવા નો ADR નો રિપોર્ટ શિસ્તબદ્ધ પાર્ટી માં આયાતી ઉમેદવારો નો વિરોધ યથાવત માફી બાદ પણ પ્રકોપ શરૂ ક્યાંક પોસ્ટર વોર તો ક્યાંક ઓડિયો થકી ક્યાંક રેલી તો ક્યાંક આંદોલન ના એધાણ વચ્ચે પાંચ વિધાનસભા ની પેટા ચૂંટણી માં પક્ષ પલટુ ને ઉતર્યા મેદાન માં કોંગ્રેસ સાત બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવાની અંતિમ બેઠક ચૂંટણી સમીક્ષકો ની વાત મુજબ આ વખતે ગુજરાત ની ૨૬ માંથી ૨૬ નહિ પણ ૨૦ બેઠકો આવશે તેવું કહી રહ્યા છે તો અતિ ચર્ચાસ્પદ બેઠક માં ભાજપ નહિ જીતે તેવો ઘાટ દર્શાવી રહ્યા છે ગુજરાત માં મહિલા કોંગ્રેસ ની બે બેઠક પાકી હોવા નું નિષ્ણાંતો માની રહ્યા છે ગેનીબેન અને જેનીબેન કોંગ્રેસ માંથી ચોક્કસ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરાય રહ્યો છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.