રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક - At This Time

રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક


રાજકોટ તા. ૧૧ જુલાઈ -રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ, ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૩૯ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૨.૮૯ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૫૯ ફૂટ, ડોંડી ડેમમાં ૨.૧૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, નવા નીર આવ્યા છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ૧૦.૭૬ ટકા, ફોફળ ડેમ ૪૩.૧૩ ટકા, વેણુ-૨ ડેમ ૫૨.૪૭ ટકા, આજી-૩ ડેમ ૨૪.૮૩ ટકા, ડોંડી ડેમ ૪૦.૩૦ ટકા, ન્યારી-૨ ડેમ ૫૨.૬૪ ટકા ભરાયો છે.
હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૨૨૮ મીટર ખુલ્લો છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.