આકરી ગરમી પડ્યા બાદ સાંજે છ વાગ્યે હવામાન પલટો, વાદળો છવાયા: છાંટા પડ્યા - At This Time

આકરી ગરમી પડ્યા બાદ સાંજે છ વાગ્યે હવામાન પલટો, વાદળો છવાયા: છાંટા પડ્યા


મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર થયું ત્યાં ઠંડા પવનોએ ઠંડક પ્રસરાવી આખું સપ્તાહ બપોર સુધી ગરમી અને ત્યારબાદ પવનો ફૂંકાશે તેવી શક્યતા

રાજકોટ શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. છેલ્લા ત્રણ દિવસથી પારો ક્રમશ: વધી રહ્યો છે અને સોમવારે આકરો તાપ પડતા લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. જોકે સાંજે 6 વાગતા જ હવામાન પલટો થયો હતો અને વાદળો છવાયા હતા અને ઠંડો પવન‌ ફૂંકાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.