વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા આગામી નવારાત્રી તહેવાર સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ::*
*::વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા આગામી નવારાત્રી તહેવાર સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ::*
જુનાગઢ રેન્જ *પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા ગીર સોમનાથ જીલ્લા *પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ* તથા *વિભાગીય પોલીસ અધિકારીશ્રી વી.આર.ખેંગાર સાહેબનાઓ* દ્રારા આગામી નવરાત્રી તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે વેરાવળ શહેરમાં યોજનારા નવરાત્રીના આયોજકો તેમજ દરેક સમાજનાં આગેવાનો સાથે શાંતી સમીતીની મીટીંગ યોજવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને
આજરોજ વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.આર.ગોસ્વામી નાઓ દ્વારા વેરાવળ શહેરના તમામ સમાજના આગેવાનોને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. અને આ મીટીંગમાં નવરાત્રીના આયોજકો તેમજ સ્વયં સેવકોને જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપવામાં આવેલ તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને નવરાત્રીના તહેવાર સબબ મહિલાઓ નિર્ભયતાથી ઉજવણી કરી શકે અને મદદની જરૂર હોય તો *મહિલા હેલ્પલાઈન નંબર 181 અભયમ* ની જાગૃતિ માટેના બેનર લગાવવા જણાવવામાં આવેલ અને કોઇ બનાવ બન્યે તાત્કાલીક પોલીસનો સંર્પક કરવા તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવારની ઉજવણી કરવા આયોજકોને અનુરોધ કરવામાં આવેલ.
તા-૦૨/૧૦/૨૦૨૪
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.