વધારે પડતો ફોન જોતા હોવ તો ચેતજો. આંખોની રોશની ગુમાવવાનો વારો આવશે
વધારે પડતો ફોન જોતા હોવ તો ચેતજો. આંખોની રોશની ગુમાવવાનો વારો આવશે
જો તમે દિવસભર મોબાઈલ ચલાવ્યા કરો છો તો ચેતી જજો કેમ કે આ આદત તમારી આંખોની રોશની છીનવી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ સ્માર્ટફોનની આડઅસરો બાબતે ચેતવણી આપતા રહે છે કારણ કે સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પ્લેનનો વધુ પડતો ઉપયોગ કરવાથી ગ્લુકોમાની બીમારી પણ થઈ શકે છે. જેના કારણે અંધાપો આવી શકે છે. સ્માર્ટફોનની સ્ક્રીનમાંથી નીકળતી બ્લૂ લાઈટ્સ આંખો માટે ખતરનાક હોય છે. તેથી સ્માર્ટોનથી આંખોનું રક્ષણ કરવું જરૂરી છે.
ફોકસ કરવામાં મુશ્કેલી
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર સ્માર્ટફોનની આભાસી દુનિયા મગજને વિચલિત કરી શકે છે. તે મગજ પર ખોટી અસર કરે છે, જેના લીધે ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે. જે બાળકો વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે તેમને ભણતર પર ફોકસ કરવામાં મુશ્કેલી થાય છે.
મેન્ટલ હેલ્થ પર અસર સ્માર્ટફોન પર વીડિયો ગેમ્સ કે સોશિયલ મીડિયા અંમ્પ્સનો વધુ પડતો ઉપયોગ બાળકો- પુખ્તોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની સ્થિતિ પેદા કરે છે. જેની મેન્ટલ હેલ્થ પર અસર થાય છે. ફોનનો સતત ઉપયોગ કરવાથી માથાના દુખાવા અને માઈગ્રેનનું જોખમ વધી શકે છે. તેથી સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરતા લોકોએ સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ.
સૂવાના એક કલાક પહેલાં ફોન મૂકી દેવો એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે રાત્રે સૂવાના એક કલાક પહેલાં સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આ સિવાય નોટિફિકેશન મેનેજ કરવા કે જેથી વારંવાર ફોન વાગે ત્યારે એ તરફ આપણું ધ્યાન ન જાય. મોબાઈલ પર આઈ પ્રોટેક્શન પણ લગાડવું જોઇએ, આંખોને નુકસાન ન થાય.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.