પવિત્ર શ્રાવણ માસે ભાવિકો ની ભારે ભીડ બિલ્વપત્ર દુધ અને પુષ્પો નો અભિષેક
પવિત્ર શ્રાવણ માસે ભાવિકો ની ભારે ભીડ બિલ્વપત્ર દુધ અને પુષ્પો નો અભિષેક
વડિયા સુરવો નદીના કિનારે આવેલું સ્વયંભુ પ્રગટ થયેલ શ્રી ભિમનાથ મહાદેવ
વડિયા સુરવો નદીના કિનારે બિરાજમાન અતિ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવ નું મંદિર આવેલું છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તેનું ખુબ મહત્વ રહેલું છે અહીં દરરોજ અલગ-અલગ પ્રકારના સણગારથી ભગવાન શિવ ના દર્શન ખુલ્લાં મુકવામાં આવે છે અને ભક્તો દ્વારા જળાભિષેક બિલ્વપત્ર દુધ અર્પણ કરી રહ્યા છે લોક મુખે એવી પણ માન્યતા જોવા મળી રહી છે કે વડિયા ગામનો ટીમ્બો ન હતો એટલે કે વડિયા ગામની સ્થાપના ન હતી ત્યારે એક સાધુ આ જગ્યા પર એક મસ મોટો વડલો હતો અને આજે પણ એ વડલો મોજુદ છે ત્યાં બેસી તપસ્યા કરતા હતા એ જ સમયે એક મૃત ગાય માતાને ગાડામાં નાખી લય જતા હતા ત્યારે એ સાધુએ પાણીની અંજલી છાંટી ને ગાયમાતા ને સંજીવન કરવામાં આવી હતી અને બાદમાં તે સાધુ એ ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ કરી ભિમનાથ મહાદેવ ના મંદિર નું સ્થાપન કર્યું હતું અને તે સાધુનાં ચેલાએ ભિમનાથ મહાદેવ મંદિર ની બાજુમાં ધુધલીનાથ મહાદેવ નું મંદિર પણ સ્થાપ્યું હતું તેવું જાણાવા મળી રહ્યું છે આજે લોકોમાં આ ભિમનાથ મહાદેવ મંદિર પ્રત્યે અથાક આસ્થા જોવા મળી રહી છે હાલ અહી રસીકગીરી બાપુ સેવાપુજા કરી રહ્યા છે
અહીંયા શિવ ભક્તો દ્વારા પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.