દ્વારકાના બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત: જામનગરથી રાહત કામગીરી માટે ટીમ રવાના
દ્વારકાના બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત: જામનગરથી રાહત કામગીરી માટે ટીમ રવાના
દ્વારકાના બરડીયા નજીક ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલના અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અત્યાવશ્યક દવાઓ સાથે બે એમ્બ્યુલન્સ તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચીને રાહત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા છે અને ઘાયલોની સારવાર માટે જરૂરી સૂચનાઓ આપી છે. આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.