સાથી સૈનિકો પર ફાયરિંગ બાદ આઈટીબીપીના જવાનનો આપઘાત - At This Time

સાથી સૈનિકો પર ફાયરિંગ બાદ આઈટીબીપીના જવાનનો આપઘાત


જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તૈનાત આઈટીબીપીના જવાને ત્રણ સાથી સૈનિકો પર ફાયરિંગ કર્યા બાદ પોતે પણ ગોળી ખાઈ લીધી હતી. આઈટીબીપીની ૮મી બટાલિયનના કોન્સ્ટબલ ભૂપેન્દ્ર સિંહે સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. એમાં બે કોન્સ્ટબલ અને એક હેડ કોન્સ્ટબલને ઈજા થઈ હતી.ત્યારબાદ એ જવાને પોતાની રાઈફલમાંથી જ ગોળી ખાઈને આપઘાત કરી લીધો હતો. એનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એ સિવાયના ત્રણેય જવાનોને સારવાર માટે ખસેડાયા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાયું હતું કે જવાનો વચ્ચે કોઈક બાબતે રકઝક થઈ હતી. જોકે, એના કારણોની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ વધુ વિગતો જાહેર થશે એવું આઈટીબીપીના એક નિવેદનમાં કહેવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.