બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ હાલત થશે...:સલમાન ખાનને ફરી મળી ધમકી, લોરેન્સ ગેંગ સાથે દુશ્મની પતાવવા 5 કરોડ માગ્યા; ધમકી આપનારે પોતાને બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો - At This Time

બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ હાલત થશે…:સલમાન ખાનને ફરી મળી ધમકી, લોરેન્સ ગેંગ સાથે દુશ્મની પતાવવા 5 કરોડ માગ્યા; ધમકી આપનારે પોતાને બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો


બાબા સિદ્દીકીની હત્યાના છ દિવસ બાદ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને વોટ્સએપ મેસેજ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી આપનારે પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, ધમકીભર્યા મેસેજમાં લખવામાં આવ્યું હતું- આને હળવાશથી ન લેતા. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થઈ જશે. સલમાનના નજીકના સાથી અને NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. આ પછી સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 6 મહિનામાં 2 કેસ, જે બાદ સલમાનની સુરક્ષા વધારવામાં આવી 12 ઓક્ટોબરઃ સલમાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા
સલમાન ખાનના નજીકના સહયોગી અને NCP નેતા બાબા સિદ્દીકી તેમના પુત્ર જીશાનની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. ત્યારે તેમના પર 6 ગોળીઓ ચલાવવામાં આવી હતી. બે ગોળી સિદ્દીકીના પેટમાં અને એક છાતીમાં વાગી હતી. તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં રાત્રે 11.27 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. લોરેન્સ બિશ્નોઇએ આ હુમલાની જવાબદારી લીધી હતી. 14 એપ્રિલ: સલમાનના એપાર્ટમેન્ટમાં ફાયરિંગ
સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી. ઘટનાના બે મહિના બાદ સલમાને મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનવાથી કંટાળી ગયો છું. અગાઉ પણ અનેક વખત ધમકીઓ મળી છે. આ પહેલાં સલમાનને કેટલી વાર ધમકી મળી? સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ સલમાન ખાન સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... 'હેલો... લોરેન્સભાઈ, તમારી સાથે વાત કરવી છે!':સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ લોરેન્સ બિશ્નોઇને કર્યો ડાયરેક્ટ મેસેજ, કહ્યું,- તમારો મોબાઈલ નંબર આપો NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જે સલમાન ખાનનો જીવ લેવા ઘણા સમયથી પાછળ પડ્યો છે, તેણે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. થોડા મહિના પહેલાં અભિનેતાના ઘરની બહાર એક ગેંગસ્ટરે ગોળીબાર કર્યો હતો અને હવે તેણે તેના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી દીધી છે, જેના પછી બધા આશ્ચર્ય અને ભયમાં છે. રામગોપાલ વર્માથી લઈને બી-ટાઉનના ઘણા જાણીતા લોકો આ વિશે પોસ્ટ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું નામ પણ જોડાઈ ગયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.