અમિતાભ બચ્ચન સામે સાચું બોલવું પડ્યું હતું ભારે:'પંચાયત'ના પ્રહલાદ ચાએ નોકરીથી હાથ ધોવા પડ્યા, મીટિંગ પછી કહેવામાં આવ્યું, 'આ પ્રોજેક્ટ છોડી દો' - At This Time

અમિતાભ બચ્ચન સામે સાચું બોલવું પડ્યું હતું ભારે:’પંચાયત’ના પ્રહલાદ ચાએ નોકરીથી હાથ ધોવા પડ્યા, મીટિંગ પછી કહેવામાં આવ્યું, ‘આ પ્રોજેક્ટ છોડી દો’


એક્ટર ફૈઝલ ​​મલિક આજકાલ 'પંચાયત સિઝન 3'માં પોતાની શાનદાર એક્ટિંગને કારણે ચર્ચામાં છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટર તેમના સંઘર્ષના સમય વિશે ખુલ્લીને વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે અમિતાભ બચ્ચનની સામે ઈમાનદારી દર્શાવવાને કારણે તેમને નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. ફૈઝલે અમિતાભ બચ્ચનને મળવાની વાત કહી ઇન્ટરવ્યૂમાં એક કિસ્સો સંભળાવતા ફૈઝલે કહ્યું કે, એકવાર તે અનુરાગ કશ્યપ સાથે એક શોના સંબંધમાં અમિતાભ બચ્ચનને તેમના ઘરે મળવા ગયો હતો. ફૈઝલે કહ્યું, 'હું બચ્ચન સાહેબને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો અને જ્યારે મેં તેમને જોયા ત્યારે હું મારું કામ ભૂલી ગયો અને મારી ઓટોગ્રાફ કરેલી કોપી તેમની સામે આપી. જ્યારે તમે બિગ બીના ઘરે જાઓ છો, એકવાર ભોજન શરૂ થાય છે, એક વાનગી પૂરી ન થાય ત્યાં તો બીજી આવતી રહે છે. જ્યારે મેં તેમને કહ્યું કે હું અલ્હાબાદનો છું તો તેમણે મારી સાથે ઘણી વાતો કરી. પછી તેમણે મને પૂછ્યું કે 'શું તું તલના લાડુ ખાઇશ?' મને લાગ્યું કે તેઓ તેમની ઉંમરને કારણે આ બધું નહીં ખાતા હોય. મારે આવું ન કહેવું જોઈએ પણ જ્યારે લાડુ આવ્યા ત્યારે તેમણે મારી પહેલાં બે લાડુ ખાધા. મને લાગ્યું કે તેમણે તેમની ઉંમર વિશે જૂઠું બોલતા હશે, કેમ કે, હકીકતમાં તેઓ તો ખૂબ જ યુવા લાગે છે.' બિગ બી સાથે સાચું બોલ્યા તો નોકરી ગુમાવી
ફૈઝલે વધુમાં કહ્યું, 'મેં તેમને 120 પાનાની સ્ક્રિપ્ટ આપી જે તેમને યાદ હતી. તેમણે કોઈ ભૂલો શોધવા માટે ફરીથી સ્ક્રિપ્ટ તરફ જોયું પણ નહીં. તેમણે મને પૂછ્યું, 'આપણે તેને ક્યારે શૂટ કરી શકીએ?' મેં ઈમાનદારીથી જવાબ આપ્યો, 'સર, આપણે તેને હમણાં નહીં પણ છ મહિના પછી શૂટ કરીશું.' આ પછી જ્યારે અમારી મીટિંગ પૂરી થઈ અને અમે સીડીઓથી નીચે આવ્યા, ત્યારે મને કહેવામાં આવ્યું - 'તમે આ પ્રોજેક્ટ પર કામ કરશો નહીં, તમે તેને છોડી દો.' આ રીતે સત્ય બોલવા માટે મારે આ કિંમત ચૂકવવી પડી. ફૈઝલ ​​એક્ટિંગ કરતાં પ્રોડક્શનનું વધુ કામ કરતો
ફૈઝલ ​​અલ્હાબાદનો રહેવાસી છે. લખનૌથી ગ્રેજ્યુએટ થયા પછી એમબીએની તૈયારી કરવો દિલ્હી ગયો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. આ પછી મુંબઈ આવ્યો હતો. છેલ્લા 20-22 વર્ષથી અહીં છે. ચેનલોમાં પ્રોમોનું કામ જુએ છે. એસોસિયેટ પ્રોડ્યુસર તરીકે તેણે ઘણા રિયાલિટી શો કર્યા છે. લાઇન પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું. અમેરિકાનો પ્રખ્યાત ટીવી શો 'World's Toughest Trucker' જેનું લાઇન પ્રોડક્શન પણ તેમણે રાખ્યું હતું. આ સિવાય ફૈઝલે 'રિવોલ્વર રાની', 'સાત ઉચ્ચકે ' જેવી ફિલ્મોમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું. ફૈઝલ ​​એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે
ફૈઝલ ​​છેલ્લાં 12 વર્ષથી મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવી રહ્યો છે. નિર્માતા તરીકે તેમણે ઈરોઝ નાઉ માટે 'સ્મોક' નામનો શો પણ બનાવ્યો. ફૈઝલ ​​'ગેંગ્સ ઓફ વાસેપુર'માં પ્રોડક્શનનું કામ જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે કતલખાનાનો સીન કરવાનો હતો તે એક્ટરે ફિલ્મ છોડી દીધી, ત્યારે તેમને પોલીસ યુનિફોર્મમાં એક્ટિંગ કરવા માટે બનાવવામાં આવ્યો. તેમની એક્ટિંગ કરિયરની અહીથી શરૂ થઈ હતી. આ દરમિયાન ફૈઝલે અરશદ વારસી સાથે ફિલ્મ 'ફ્રોડ સૈયા' કરી હતી. પછી 'પંચાયત'ના દિગ્દર્શક અને લેખકે તેમને પ્રહલાદની ભૂમિકા ભજવવા માટે મનાવી લીધો અને હવે ફૈઝલ ખૂબ જ લોકપ્રિય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.