યુવતીને FB પર BF બનાવવો ભારે પડ્યો:વકીલે USAથી રાજસ્થાન બોલાવી રેપ કર્યો, મંદિરમાં ફેરા ફરી લગ્નનું નાટક કર્યું, ઘરે પહોંચી ને ભાંડો ફૂટ્યો
પરિણીત વકીલે USAની યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરી. પોતે અપરિણીત હોવાનું બહાનું કરીને તેને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તેને જયપુર, અજમેર સહિત ઘણી જગ્યાએ હોટલમાં રોકાણ કરાવ્યું હતું. આ દરમિયાન તે વિદેશી યુવતી સાથે બળાત્કાર કરતો રહ્યો. યુવતીએ લગ્નની જીદ કરી. આ પછી તે તેને અજમેરના એક મંદિરમાં લઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનું નાટક કર્યું. યુવતીએ વકીલ વિરુદ્ધ બુંદી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. છેતરવા માટે મંદિરમાં લગ્ન
બુંદી મહિલા પોલીસ સ્ટેશનના એસએચઓ આશમીન બાનોએ જણાવ્યું કે USAની યુવતીની ફેસબુક પર અજમેરના વકીલ માનવ સિંહ રાઠોડ સાથે મિત્રતા થઈ હતી. ફેસબુક મેસેન્જર પર ચેટિંગ શરૂ થયું. આરોપ છે કે રાઠોડના ફોન પર તે 3 જુલાઈએ ફ્લોરિડા (USA)થી દિલ્હી આવી હતી. ત્યાર બાદ દિલ્હીથી જયપુર પહોંચ્યાં. અહીં આરોપી માનવ સિંહ રાઠોડ સાથે એક હોટલમાં રોકાઈ હતી. અહીં તેણે બળાત્કાર કર્યો હતો. આ પછી તે તેને જયપુરથી અજમેર લઈ ગયો. ત્યાંની હોટલમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેને ફસાવવા માટે રાઠોડે તેની સાથે અજમેરના મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ પછી પણ તેણે બળાત્કાર ચાલુ રાખ્યો હતો. ઘરે ન લઈ જવાના બહાનાં કાઢતો
યુવતી જ્યારે પણ માનવ સિંહને તેને ઘરે લઈ જવા કહેતી ત્યારે તે તેને બહાનાં બતાવતો હતો. એક દિવસ તે જીદ કરીને માનવ રાઠોડના ઘરે પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો માનવ સિંહના પુત્ર અને તેની પત્ની ઘરે મળ્યાં હતાં. આ પછી આખી વાત સામે આવી. આ પછી પીડિતા બુંદીની એનજીઓ દ્વારા બુધવારે એસપી હનુમાન પ્રસાદ મીનાને મળી હતી. NGO દ્વારા મામલો પોલીસ સુધી પહોંચ્યો
એનજીઓની મદદથી પીડિતાએ બુંદી મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. બુંદીના સીઓ અમર સિંહે કહ્યું, મહિલા પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR નોંધવામાં આવી છે. આ અંગે જ્યાં ગુનો બન્યો છે એ સંબંધિત જિલ્લાની પોલીસ વધુ તપાસ કરશે. પીડિતા પર 3થી 21 જુલાઈ વચ્ચે જયપુર અને અજમેરમાં ઘણી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.