નોટ બંધી નું નિષ્કર્ષ શુ ? પોલિટિકલ એનાલિસિસ કે રાજવટ ? જેસા જુગ વૈસા જોગી આવું ગુજરાત તમે બનાવ્યું
નોટ બંધી નું નિષ્કર્ષ શુ ? પોલિટિકલ એનાલિસિસ કે રાજવટ ? જેસા જુગ વૈસા જોગી દેશ માં છ વર્ષ પહેલાં આજ ના દિવસે અડધી રાત્રે નોટ બંધી એ પાવર માં આવવા શાસક પક્ષ ની બુદ્ધિ પૂર્વક ની ગોઠવણ હતી કે કેમ ? ખોદયો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી નોટ બંધી એ પ્રાદેશિક કે રાષ્ટ્રીય રાજકીય પાર્ટી નું રેકર્ડ ઉપર હોય તે સિવાય નું સંપૂર્ણ ફંડ પસ્તી બન્યું આર્થિક ભાંગી ગયેલ રાજકીય પાર્ટી ઓ નાણાં વગર ના નાથીયા જેવી બની કાળા નાણાં ના નામે પ્રતિસ્પર્ધી ઓને પાડી દેવા ની પ્રવૃત્તિ સિવાય નોટબંધી નર્યું નાટક સિવાય શુ ? રૂપિયા ૧૦૦૦ ના દર ની અને ૫૦૦ ના દર ની નોટ બંધી નો કોઈ મહત્વ નું નિષ્કર્ષ ખરું ? દેશ વિદેશી દેવા માંથી મુક્ત થયો ખરો ? કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુ સસ્તી થઈ ? મોંઘવારી ઘટી ? દરેક નાગરિક ના ખાતા માં ૧૫ લાખ આવ્યા ? ઇકો નોમી સુધરી ? કોઈ મોટી રોજગારી ની કે નોકરી તકો ઉભી થઇ કોઈ જાહેર સાહસ ગંજાવર ઉદ્યોગ ઉભા થયા ? સવા સો કરોડ દેશ વાસી ઓના મન વાત ની બદલે વારંવાર પ્રધાન મંત્રી પોતા ના મન ની વાત કરે છે ને ? અને મન વાત દ્વારા પોતા ના મન નું ધાર્યું જ કરે છે ને ? વિજય માલ્યા મેહુલ ચોકસી સહિત અનેક ડિફોલ્ટરો પાસે રિકવરી કરી? મિત્રો ની કરોડો ની લોન માફી કેમ ? દેશ આખા ને લાઈન માં લગાડી દેતી નોટ બંધી ને છ વર્ષ થવા છતાં કોઈ મહત્વ નું નિષ્કર્ષ ખરું ? દેશ માં છ વર્ષ પહેલાં કોઈ રિજન દુરંદેશી વગર નોટબંધી ની જાહેરાત આર બી આઈ ના ગર્વનર ને બદલે પ્રધાનમંત્રી એ કરી તે બાબત વિચિત્ર નથી ? અત્યારે ગુજરાત માં ૧૫મી વિધાનસભા ની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે "ગુજરાત મેં બનાવ્યું" તેવા સ્લોગન સોશ્યલ મીડિયા માં ટેટ્સ મૂકી આ ગુજરાત ના જન્મદાતા ફૂટી નીકળ્યા છે ૧૯૯૫ પછી ના નવા મતદારો એમજ માની રહ્યા છે કે પૃથ્વી ૨૫ વર્ષ થી ઉદ્દભવી છે તેની જન્મ દાતા ભારતીય જનતા પાર્ટી જ છે સરકાર ની સિદ્ધિ ઓ માટે અનેક અનેક પ્રચાર પ્રચાર પ્રજા ના પેસા થી ઝાકમઝોળ સજાવટો કરાય છે કોરોના વખતે ઓક્સીઝન માટે સ્મશાન દાહ સંસ્કાર માટે હોસ્પિટલ માં ઇન્જેક્શન વગર ટળવળતું ગુજરાત તમે બનાવ્યું છે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષા ના પેપર ફૂટવા નું ગૌરવવંતું રોજિંદ લઠાંકાંડ મોટી માત્રા માં ડ્રગ્સ મોરબી ઝૂલતા પુલ તક્ષશીલા અગ્નિ કાંડ તમે જ બનાવ્યું છે આવી તો કેટકેટલી સિદ્ધિ ઓ વાળું ગુજરાત તમે બનાવ્યું છે ખેડૂત આંગણવાડી આરોગ્ય એસટી મજદૂર સંધ વિદ્યાર્થી સહિત ના અનેકો આંદોલન વાળું ગુજરાત તમે જ બનાવ્યું છે દેશ આખા ને આર્થિક મોરચે ભાગી નાખતી નોટબંધી નું નિષ્કર્ષ માત્ર પ્રતિસ્પર્ધી ઓને આર્થિક મોરચે પાડી દેવા માટે જ હતું તેવું નથી ? નોટબંધી ની કોઈ સિદ્ધિ ખરી ? ગુલામી ના ગૂંગળામણ થી આઝાદી ના અજવાળા સુધી દોરી જનાર અનેક સિદ્ધિ ઓની પુરોધ કોંગ્રેસ ની ભારત જોડો યાત્રા ની કોઈ પ્રચાર માધ્યમ એ નોંધ સુધા લીધી ? નાણાં વગર નો નાથિયો ને નાણે નાથાલાલ જાહેર સાહસ કે ઉધોગ ના સર્જન ની મોટી મોટી વાતો વાયબ્રન્ટ સમીટ પછી કોઈ ભોજો ભાઈ પણ મૂડી રોકાણ કરવા આવતું નથી અને વાયબ્રાન્ટ રસ્તા ઓ કથળી ગયેલ આરોગ્ય શિક્ષણ પરિવહન વ્યવસ્થા પછી પણ મન ની વાત ?
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.