લાલચોળ સૂર્યની તસવીરો જોઈ કે નહીં!:15 લાખ કિલોમીટર દૂર આદિત્ય L1ના કેમેરામાં કેદ, સોલર સ્ટોર્મથી સૂર્ય થયો રંગબેરંગી
ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ 1એ સૂર્યની કેટલીક તસવીરો કેપ્ચર કરી છે, જેને ઈસરોએ જાહેર કરી છે. આ તસવીરો મે 2024માં આવેલા સૌર વાવાઝોડાની છે. જેને આદિત્ય-એલ1 અવકાશયાન પર લગાવેલા બે ઓનબોર્ડ રિમોટ સેન્સિંગ સાધનો દ્વારા લેવામાં આવી હતી. આ એ જ સૌર વાવાઝોડું હતું, જેના કારણે ભારતમાં લદ્દાખ સહિત વિશ્વના ઘણા ભાગોમાં આકાશ અનોખા પ્રકાશથી લાલ થઈ ગયું હતું. આ તસવીરો કોરોનલ માસ ઇજેક્શનની છે
તસવીરો જાહેર કરતા, ISRO એ X પર એક પોસ્ટમાં લખ્યું કે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) અને વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) એ મે 2024 દરમિયાન સૌર એક્ટિવિટીજને કેપ્ચર કરી છે. એ પણ લખ્યું કે આદિત્ય-L1ના પેલોડે કોરોનલ માસ ઇજેક્શન સાથે સંકળાયેલા ઘણા એક્સ-ક્લાસ અને એમ-ક્લાસ ફ્લેર્સને કેપ્ચર કર્યાં છે. 8 મેથી 15 મે સુધી, સૂર્ય પર સક્રિય પ્રદેશ AR13664 ઘણા એક્સ-ક્લાસ અને એમ-ક્લાસ ફ્લેયર્સ જ્વાળાઓ ફાટી નીકળી. જે 8 મે અને 9 મે દરમિયાન થયેલા કોરોનલ માસ ઇજેક્શન (CME) સાથે સંકળાયેલી હતી. આના કારણે 11 મેના રોજ એક મોટું જિઓમેગ્નેટિક વાવાઝોડું આવ્યું. આ ફોટા સનસ્પોટ્સ, ઓમ્બ્રા, પેનમ્બ્રા અને પ્લેજની ચમક દર્શાવે છે. ISRO કહે છે કે આનાથી ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ (અવકાશની ઘટનાઓ પર રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકો) સૌર જ્વાળાઓ, તેમના ઊર્જા વિતરણ, સનસ્પોટ્સ, વિશાળ તરંગલંબાઇમાં યુવી રેડિયેશન અને લાંબા ગાળાની સૌર વિવિધતાના અભ્યાસમાં મદદ કરશે. કોરોનલ માસ ઇજેક્શન (CME) શું છે
CME, અને સૌર જ્વાળા બે અલગ બાબત છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે સૌર જ્વાળાઓ સાથે, સૂર્યના કોરોનાથી પણ CMEની ઘટના થાય છે, પરંતુ હવે વૈજ્ઞાનિકો માને છે કે દરેક CME સાથે સોલર ફ્લેર સાથે હોય તે જરૂરી નથી. CME નામનો અર્થ છે સૂર્યના કોરોના સ્તરમાંથી બહાર આવવું. આ ખરેખરમાં મોટા-મોટા ગેસના પરપોટા છે જેના પર ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવરિત છે. જ્યારે સૂર્યમાંથી એક CME છોડવામાં આવે છે, ત્યારે સૂર્યમાંથી લાખો ટન ચાર્જ થયેલા કણો પણ અવકાશમાં છોડવામાં આવે છે. આ કણો 3 મિલિયન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. જો આ કણોની દિશા પૃથ્વી તરફ હોય તો પૃથ્વી પર જીઓમેગ્નેટિક વાવાઝોડું આવી શકે છે. આ જીઓમેગ્નેટિક વાવાઝોડાને બીજા શબ્દોમાં સૌર વાવાઝોડું કહેવામાં આવે છે. આ વાવાઝોડું એટલે પૃથ્વીના પોતાના ચુંબકીય ક્ષેત્રમાં ખલેલ. CMEના કરોડો ટન ચાર્જ્ડ કણોને કારણે CMEમાં એક ખૂબ જ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બની જાય છે અને જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે, ત્યારે એક ભયંકર ઇલેક્ટ્રોમેગ્નેટિક અવરોધ સર્જાય છે, સૌર તોફાન આ જ અવરોધની અસર છે. સૌર વાવાઝોડાનું પ્રથમ લક્ષણ ઓરોરા છે. તેનો અર્થ છે આકાશમાં પ્રકાશ જે એટલો તેજ હોય છે કે રાત્રે અખબાર વાંચી શકાય છે. આ સિવાય સૌર વાવાઝોડાની પૃથ્વી પર ઘણી ખરાબ અસર પડી શકે છે. સૂર્યની સપાટી પર સૌર વાવાઝોડું કેવી રીતે રચાય છે
સૂર્યનો જે ભાગ આપણે પૃથ્વી પરથી જોઈએ છીએ તેને ફોટોસ્ફેયર કહેવામાં આવે છે. આ કોઈ નક્કર સપાટી નથી, તે આપણને માત્ર ગોળાકાર ચળકતા આકાર જેવું લાગે છે. આની ઉપર સૂર્યનું વાતાવરણ છે. આ વાતાવરણના સૌથી નીચલા સ્તરને ક્રોમોસ્ફિયર કહેવામાં આવે છે, જ્યારે સૌથી ઉપરનું સ્તર કોરોના કહેવાય છે તે સામાન્ય રીતે સૂર્યપ્રકાશને કારણે દેખાતું નથી, પરંતુ તે સૂર્યગ્રહણ દરમિયાન અથવા ખાસ સાધનો દ્વારા જોઈ શકાય છે. આ કોરોના પર કેટલીક ઘટનાઓ બને છે જે સૌર વાવાઝોડાને જન્મ આપે છે. 10 મેના રોજ પૃથ્વી સાથે ટકરાયું હતું સૌર વાવાઝોડું વિશ્વનું સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડું 20 વર્ષ પછી 10 મે, શુક્રવારે પૃથ્વી પર ટકરાયું. તોફાનના કારણે તાસ્માનિયાથી બ્રિટન સુધી આકાશમાં જોરદાર વીજળી પડી હતી. ઘણા સેટેલાઇટ અને પાવર ગ્રીડને પણ નુકસાન થયું હતું. સૌર વાવાઝોડાને કારણે વિશ્વના અનેક સ્થળોએ અરોરાની ઘટનાઓ પણ જોવા મળી હતી. આ સમય દરમિયાન, સૌર વાવાઝોડાને કારણે આકાશમાં રંગબેગંરી રંગોની રોશની દેખાઈ હતી. આદિત્ય-L1 127 દિવસમાં લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચ્યું
Aditya-L1 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 127 દિવસ પછી, 6 જાન્યુઆરી, 2024ના રોજ, તે લેગ્રેન્જીયન પોઈન્ટ પર પહોંચ્યું. L1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિ.મી. દુર છે. આદિત્ય સ્પેસક્રાફ્ટ કોઈપણ અવરોધ વિના અહીંથી સૂર્યની એક્ટિવિટીને સતત કેપ્ચર કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.