આજે પ્રોબા-3 મિશનનું લોન્ચિંગ:ટેક્નિકલ સમસ્યાને કારણે ઈસરોએ મિશનને ટાળ્યું હતું, તેનાથી સૂર્યની સ્ટડી કરવામાં આવશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પ્રોબા-3 મિશન લોન્ચ કરશે. આ મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બુધવારે સાંજે 4:08 વાગ્યે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) દ્વારા લોન્ચ કરવાનું હતું, પરંતુ તે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું કે ટેકનિકલ સમસ્યાના કારણે હવે મિશન ગુરુવારે એટલે કે 5 ડિસેમ્બરે સાંજે 4.16 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું છે. તેનો ઉદ્દેશ બે સેટેલાઈટ કોરોનાગ્રાફ અને ઓક્યુલ્ટર દ્વારા સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે. બંને સેટેલાઈટ એકબીજાથી 150 મીટરના અંતરે રહેશે
બંને સેટેલાઈટ પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરશે. પૃથ્વીથી તેમનું મહત્તમ અંતર 60,530 કિમી અને લઘુત્તમ અંતર લગભગ 600 કિમી હશે. આ ભ્રમણકક્ષામાં બંને ઉપગ્રહો એકબીજાથી 150 મીટરનું અંતર રાખી શકશે અને એક યુનિટની જેમ કામ કરશે. ઓક્યુલ્ટર સેટેલાઇટમાં 1.4-મીટરની ઓકુલેટિંગ ડિસ્ક લાગેલી છે જેને સૂર્યની તેજસ્વી ડિસ્કને બ્લેક કરવા માટે ડિઝાઈન કરી છે. જેના કારણે કૃત્રિમ સૂર્યગ્રહણ થાય છે. આ પડછાયાની અંદર કોરોનાગ્રાફ સેટેલાઈટ તેના ટેલિસ્કોપ વડે સૌર કોરોનાનું નિરીક્ષણ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.