આકાશ એકદમ લાલ અને આગના ગોળા પડતા દેખાયા:લોકોએ કહ્યું- રાતના સન્નાટામાં ઇઝરાયલની લેબનનમાં દિવાળી; જાણો શું છે સત્ય - At This Time

આકાશ એકદમ લાલ અને આગના ગોળા પડતા દેખાયા:લોકોએ કહ્યું- રાતના સન્નાટામાં ઇઝરાયલની લેબનનમાં દિવાળી; જાણો શું છે સત્ય


ઇઝરાયલી સેના હિઝબુલ્લાહ સાથે આર યા પારની લડાઈમાં મૂડમાં છે. આ જ કારણ છે કે ઇઝરાયલની સેના હિઝબુલ્લાહના અડ્ડા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહી છે. વેરિફાઈડ એક્સ યુઝર સૂર્ય પ્રતાપ સિંહે વાઇરલ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું- લેબનનમાં રાત પડતાંની સાથે જ દિવાળી શરૂ થઈ જાય છે. આતંકવાદી નસરુલ્લાહના મોત પર છાતી ઠોકનારા હવે શું મારશે? ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: આ ટ્વીટ લખ્યા ત્યાં સુધી 4800 લોકોએ એને લાઈક કર્યું હતું અને 1 હજારથી વધુ લોકોએ એને રી-પોસ્ટ કર્યું હતું. X પર સૂર્ય પ્રતાપ સિંહને 9 લાખથી વધુ લોકો ફોલો કરે છે. વાઇરલ વીડિયો સંબંધિત આવો જ દાવો યતિ શર્મા નામના વેરિફાઈડ એક્સ યુઝરે પણ કર્યો હતો. ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: તપાસ દરમિયાન અમને સુનીલ કુમાર યોગી નામના X યુઝર એક ટ્વીટ મળ્યું, જેમાં લખ્યું હતું- ઇઝરાયલની દિવાળી લેબનનમાં રાતની નીરવતામાં શરૂ થાય છે. આતંકવાદી નસરુલ્લાહના મોત પર લોહીનાં આંસું વહાવનારા હવે શું કરશે? ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: એ જ સમયે, નાયલાહ બલોચ નામના એક્સ યુઝરે પોતાના ટ્વીટમાં લખ્યું- લેબનનમાં દિવાળી શરૂ થઈ ગઈ છે, જય જો ઈઝરાયલ. ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: શું છે વાઇરલ વીડિયોનું સત્ય? વાઇરલ વીડિયોની અધિકૃતતા જાણવા માટે અમે ગૂગલ ઈમેજીસ પર એની કી ફ્રેમ્સને રિવર્સ સર્ચ કરી. શોધ દરમિયાન અમને આ વીડિયો જિયોમુન્ડો નામની YouTube ચેનલ પર મળ્યો. આ વીડિયો 24 ઑગસ્ટ 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને એની હેડલાઈન હતી - આ દેશમાં વિચિત્ર ઉજવણી થઈ. વીડિયો જુઓ: હકીકતમાં આ વીડિયો અલ્જિરિયાની રાજધાની અલ્જિયર્સનો છે. અહીં સ્થિત ફૂટબોલ ક્લબ એમસીએના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન ઘણી આતશબાજી કરવામાં આવી હતી. આ વીડિયો એ સમયનો છે. તપાસ દરમિયાન અમને ન્યૂઝ વેબસાઇટ ennaharonline પરથી એક આર્ટિકલ મળ્યો. આ આર્ટિકલમાં કહેવામાં આવ્યું હતું કે મૌલોદિયા ક્લબ ડી'આલ્ગર (MC Alger)ના ચાહકોએ ક્લબના 103મા સ્થાપના દિવસની ખૂબ જ ઉજવણી કરી. આ દરમિયાન ખૂબ જ આતશબાજી કરવામાં આવી હતી. આર્ટિકલની આર્કાઇવ લિંક . સ્ક્રીનશોટ જુઓ: અમને AL24news નામની YouTube ચેનલમાંથી એક વીડિયો પણ મળ્યો. આ વીડિયોની હેડલાઇન હતી- મૌલોદિયા ક્લબ ડી'આલ્જરના ચાહકો ક્લબના 103મા સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે વિશ્વની મુખ્ય રાજધાનીઓમાંની એક, અલ્જિયર્સને ઝળહળાવી દીધી. વીડિયો જુઓ: એ સ્પષ્ટ છે કે જે વીડિયો લેબનનનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ વાસ્તવમાં અલ્જિરિયાની રાજધાની અલ્જિયર્સમાં ફૂટબોલ ક્લબના સ્થાપના સમારોહની ઉજવણીનો છે. વીડિયો પણ હાલના સમયનો નથી, પરંતુ 9 ઑગસ્ટનો છે. ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી વિશે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in અને WhatsApp- 9201776050 પર ઇમેઇલ કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.