ઇઝરાયલે ગાઝાની સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી, 16નાં મોત:75થી વધુ ઘાયલ, ઇઝરાયલની સેનાએ કહ્યું- સ્કૂલ આતંકવાદીઓનો અડ્ડો હતી - At This Time

ઇઝરાયલે ગાઝાની સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી, 16નાં મોત:75થી વધુ ઘાયલ, ઇઝરાયલની સેનાએ કહ્યું- સ્કૂલ આતંકવાદીઓનો અડ્ડો હતી


​​​​​​ઇઝરાયલની સેનાએ શનિવારે ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા અને 75થી વધુ લોકો ઘાયલ થયા હતા. અલ જઝીરા અનુસાર, આ સ્કૂલ યુનાઈટેડ નેશન્સ (UN)ની હતી, જ્યાં શરણાર્થીઓએ આશરો લીધો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઇઝરાયલની સેનાએ પહેલા સ્કૂલને ઘેરી લીધી અને પછી હુમલો કર્યો હતો. ઇઝરાયલના હુમલાને કારણે સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં બાળકો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં બે બાળકોનો બચાવ થયો છે જેમાંથી એક બાળકીને હાથમાં ગંભીર ઈજા થઈ છે. બીજા બાળકના ચહેરા અને માથા પર ઈજા થઈ છે. UNની રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર, ગયા મહિને પણ સેનાએ એક સ્કૂલને નિશાન બનાવી હતી. ઇઝરાયલની સેનાએ આ પહેલા સ્કૂલને સેફ ઝોન જાહેર કરી હતી
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. 50 ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બાકીનાને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઇઝરાયલની સેનાએ સ્કૂલને આતંકવાદીઓનો અડ્ડો ગણાવ્યો હતો. હુમલાથી બચવા માટે સેંકડો શરણાર્થીઓ સ્કૂલની આસપાસના વિસ્તારમાંથી ભાગી ગયા છે. આ પહેલા ઇઝરાયલે સ્કૂલને સેફ ઝોન જાહેર કરી હતી. ગયા મહિને સ્કૂલ પર થયેલા હુમલામાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. યુદ્ધમાં 38 હજાર પેલેસ્ટિનીઓના મોત થયા હતા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં 38 હજાર પેલેસ્ટિનીયોના મોત થયા છે, જેમાં 14,500 બાળકોનો પણ સમાવેશ થાય છે. ગાઝાના લગભગ 80% લોકો બેઘર બન્યા છે. આ યુદ્ધ હવે ઇજિપ્ત સરહદ નજીક ગાઝાના રાફા શહેર સુધી પહોંચી ગયું છે. ખરેખરમાં, યુદ્ધની શરૂઆતમાં લોકોએ ઇઝરાયલની કાર્યવાહીથી બચવા માટે ઉત્તર ગાઝા છોડીને રાફામાં આશરો લીધો હતો. અલ જઝીરા અનુસાર આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. હવે ઇઝરાયલની સેના અહીં પણ હુમલો કરવાની યોજના બનાવી રહી છે. ઈઝરાયેલની દલીલ છે કે તેઓ અત્યાર સુધીમાં હમાસની 24 બટાલિયનને ખતમ કરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ 4 બટાલિયન રાફામાં છુપાયેલી છે. તેમને દૂર કરવા માટે, રાફામાં ઓપરેશન ચલાવવું જરૂરી છે. આ સમાચાર પણ વાંચો... ઇઝરાયલના સૈનિકો ટેન્ક સાથે ગાઝાના રાફા વિસ્તારમાં ઘુસDયા: ઇજિપ્તની સરહદ પર કબજો, 1 લાખ પેલેસ્ટિનીયોને બહાર કાઢવામાં આવશે હમાસે યુદ્ધવિરામ કરાર સ્વીકાર્યા બાદ મંગળવારે ઇઝરાયલી સેના દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં ટેન્ક સાથે પ્રવેશી હતી. તેણે ઇજિપ્ત સાથેની ગાઝાની સરહદ પર કબજો કરી લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઇઝરાયલે દાવો કર્યો છે કે આ ઓપરેશન દરમિયાન તેણે હમાસના 20 આતંકીઓને માર્યા છે. સૈનિકોને આ વિસ્તારમાં 3 હમાસ ટનલ મળી હતી. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર 200 રોકેટ છોડ્યાઃ ટોચના કમાન્ડરના મોત બાદ હુમલો, થોડા દિવસ પહેલા જ યુદ્ધની ધમકી આપી હતી ઈરાન સમર્થક સંગઠન હિઝબુલ્લાહે ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. એપીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠને ગુરુવારે યહૂદી દેશ પર 200થી વધુ રોકેટ ઝીંક્યા હતા. આ સિવાય લગભગ 20 ડ્રોનથી પણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઘણા ઇઝરાયલના લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.