ભારતમાં નવું આતંકી સંગઠન લશ્કર-એ-ખાલસા સક્રિય : હુમલાની ફિરાકમાં - At This Time

ભારતમાં નવું આતંકી સંગઠન લશ્કર-એ-ખાલસા સક્રિય : હુમલાની ફિરાકમાં


ગુપ્તચર એજન્સીના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી એ પ્રમાણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈના સહયોગથી ભારતમાં નવું આતંકી સંગઠન સક્રિય થયું છે. લશ્કર-એ-ખાલસા નામનું આ આતંકવાદી સંગઠન દેશમાં હુમલાની ફિરાકમાં છે. આ સંગઠન સ્વાતંત્ર્ય દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં અથવા દિલ્હીમાં પણ હુમલા કરી શકે છે.આ આતંકી સંગઠનમાં અફઘાનિસ્તાનના આતંકી સંગઠનોમાંથી આતંકવાદીઓની ભરતી કરવામાં આવી છે. લશ્કર-એ-ખાલસા ભારત સ્થિત અફઘાનિસ્તાનના નાગરિકો પર પણ હુમલા કરી શકે છે. ગપ્તચર એજન્સીએ નવા સક્રિય થયેલા આતંકવાદી સંગઠનથી સાવધાન રહેવાની ચેતવણી સુરક્ષા એજન્સીઓને આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.