મોટી ખુશખબર / દિવાળી પહેલા સસ્તા થશે એલપીજીના સિલિન્ડર, સરકારે બનાવ્યો આ પ્લાન - At This Time

મોટી ખુશખબર / દિવાળી પહેલા સસ્તા થશે એલપીજીના સિલિન્ડર, સરકારે બનાવ્યો આ પ્લાન


LPG Price Latest News: ગેસ સિલિન્ડરના ભાવ (gas cylinder price) માં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષના ડેટા પર નજર કરીએ તો એલપીજીના ભાવમાં બમ્પર વધારો જોવા મળ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓ જારી કરે છે ભાવ

આપને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (Indian Oil Corporation), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા ગેસનું ડિસ્ટ્રીબ્યૂશન કરવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષથી સતત ભાવ વધારા બાદ આ કંપનીઓ ખોટ સહન કરીને ગેસનું ડિસ્ટ્રીબ્યૂશન કરી રહી છે.

મોંઘા એલપીજીથી મળશે રાહત

પીએમ મોદી (PM Modi) ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી ઓઈલ કંપનીઓને 22 હજાર કરોડ રૂપિયાની વન ટાઈમ ગ્રાન્ટ આપવામાં આવશે. તેની સાથે આ કંપનીઓનું નુકસાન પણ ભરપાઈ થશે, સાથે જ સામાન્ય લોકોને પણ મોંઘા એલપીજીમાંથી રાહત મળી શકશે.

2 વર્ષોમાં 459 રૂપિયાનો થયો વધારો

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કંપનીઓ પર નાણાકીય દબાણ ઓછું કરવા માટે નાણાકીય મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબર 2020 થી અત્યાર સુધી એટલે કે છેલ્લા 2 વર્ષમાં ગેસના ભાવમાં 459 રૂપિયાનો વધારો થયો છે.

આજના ભાવ કરો ચેક

આપને જણાવી દઈએ કે 1 ઓક્ટોબર 2020 ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા હતો. આ સિવાય કોલકાતામાં 620.50 રૂપિયા, ચેન્નાઈમાં 610 રૂપિયા અને મુંબઈમાં 594 રૂપિયા હતો. તે જ સમયે જો આપણે આજે કિંમતો વિશે વાત કરીએ તો તે દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 168.50 રૂપિયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.