પ્રા.આ.કે.ચાવંડનાં જાનબાઇ દેરડી ખાતે મેગા સગર્ભા તપાસણી કેમ્પ યોજાયો - At This Time

પ્રા.આ.કે.ચાવંડનાં જાનબાઇ દેરડી ખાતે મેગા સગર્ભા તપાસણી કેમ્પ યોજાયો


પ્રા.આ.કે.ચાવંડનાં જાનબાઇ દેરડી ખાતે મેગા

સગર્ભા તપાસણી કેમ્પ યોજાયો

લાઠી તાલુકા ના પ્રા.આ.કે.ચાવંડનાં જાનબાઇ દેરડી ખાતે મેગા સગર્ભા તપાસણી કેમ્પ યોજાયો આજ રોજ તા.૧૨/૦૫/૨૦૨૩નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ નાં સબસેન્ટર જા.દેરડી ખાતે મેગા સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૩૬ સગર્ભા બહેનો ને જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.યોગેશ રાખોલીયા દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પમાં બહેનોની લોહીની તપાસ, બી.પી, ડાયાબીટીશ, યુરીન સુગર નો રીપોર્ટ સ્થળ ઉ૫ર જ કરવામાં આવ્ય હતા. તમામ સગર્ભા બહેનો ડો.મુકેશસિંહ દ્વારા વહેલા સગર્ભા નોંઘણી, સંપુ્ર્ણ પોષણયુકત આહાર લેવાનું તેમ જ જોખમી ચિહનો અને લક્ષણો વિષે માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.એચ.ઓ ગૌતમભાઇ બોરડ, પ્રભાતભાઇ બાંભવા, નેહલબેન રાઠોડ, શ્રુતિબેન નાયી, ફી.હે.વ પ્રભાબેન વેગડ આશા બહેનોમાં નિતાબેન ગોલીતર, સુમિત્રાબેન દુઘરેજીયા અને ખિલખિલાટનાં રવિભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ ડો હિતેશ પરમાર ની યાદી માં જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.