જામનગરના શાંતિ હારમોની વિંગમાં રહેતા પર પ્રાંતિય યુવાનનું આત્મહત્યાનું ચકચારી પ્રકરણ - At This Time

જામનગરના શાંતિ હારમોની વિંગમાં રહેતા પર પ્રાંતિય યુવાનનું આત્મહત્યાનું ચકચારી પ્રકરણ


જામનગરના શાંતિ હારમોની વિંગમાં રહેતા પર પ્રાંતિય યુવાનનું આત્મહત્યાનું ચકચારી પ્રકરણ

ભાગીદારે ૫૦ લાખ રૂપિયા નો હિસાબ નહીં આપી આર્થિક ફટકો આપતાં કર્જમાં ડૂબી જવાથી ઝેર પીધું

પોલીસે મૃતકના ભાગીદાર સામે આત્મહત્યાની દુષપ્રેરણા આપવા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી

જામનગરમાં શાંતિ હાર્મોનીમાં રહેતા પર પ્રાંતિય વેપારી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે ભાગીદારના ૫૦ લાખ રૂપિયા ના ગોટાળા ના કારણે પોતે આર્થિક તંગીમાં આવી જતા આત્મહત્યાનું પગલું ભરેલું હોવાનું જાહેર થયું છે, અને પોલીસે પરપ્રાંતિય વેપારીને આત્મહત્યા ની ફરજ પાડવા અંગે તેના ભાગીદાર સામે ગુનો નોંધ્યો છે.
આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોજી પેટ્રોલ પંપની સામે શાંતિ હારમોની ના બ્લોક નંબર ૧૦૦૨ માં રહેતા અને કોમલ સેલ્સ એજન્સી ચલાવતા રાજેશ મોતીરામ ખન્ના નામના ૪૨ વર્ષના સિંધી વેપારી યુવાને ગત ૧૦.૯.૨૦૨૪ ના રોજ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ અંગે મૃતક ની પત્ની મમતાબેન ખન્નાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના મહિલા પીએસઆઇ એમ.વી. દવે મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં વેપારી ને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેમના ધંધાના ભાગીદાર જામનગરના મેહુલ નગરમાં રહેતા હાર્દિક ગીરીશભાઈ વોરા ની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.
મૃતકની પત્ની દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન રાજેશ કુમાર ખન્નાએ પોતાની પેઢી કે જે માં પતિ પત્ની બંને ભાગીદાર છે, જેના ધંધા ના વિકાસ માટે પોતાના ભાગીદાર એવા હાર્દિકભાઈ ને અલગ અલગ લોન મારફતે પૈસા મેળવીને ૫૦ લાખ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા હતા, અને તેના આધારે ધંધો કર્યો હતો.
પરંતુ લાંબા સમયથી ધંધા નો કોઈ હિસાબ આપ્યો ન હતો, અને નફા નુકસાની અંગેની કોઈ જાણકારી ન આપી હોવાથી રાજેશભાઈ ખન્ના આર્થિક તંગી અનુભવી રહ્યા હતા, અને પોતાને માનસિક દબાણ આવી જતાં આખરે તેમણે આત્મહત્યા કરી લેવાનો રસ્તો અપનાવી લીધો હતો.
જેથી પોલીસ દ્વારા મમતાબેન ની ફરિયાદના આધારે તેના પતિના ભાગીદાર હાર્દિકભાઈ ગીરીશભાઈ વોરા સામે આત્મહત્યા ની દુષપ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.