દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે ગઢડા નીલકંઠ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ નો પ્રારંભ કરાવતા પ્રદેશ અગ્રણી સુરેશભાઈ ગોધાણી - At This Time

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે ગઢડા નીલકંઠ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ નો પ્રારંભ કરાવતા પ્રદેશ અગ્રણી સુરેશભાઈ ગોધાણી


(અસરફ જાંગડ દ્વારા)
સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થવાની છે, ત્યારે ગઢડા માં બોટાદ રોડ ખીમાણી બિઝનેસ સેન્ટર ખાતે આવેલ નીલકંઠ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પને દીપ પ્રાગટ્ય કરી ભાજપ પ્રદેશ અગ્રણી સુરેશભાઈ ગોધાણી, ઈરફાનભાઈ ખીમાણી, કિશોરભાઈ ખાચર, ચંદ્રકાન્તભાઈ લાઠીગરા, બુધાભાઈ પરમાર, સુરેશભાઈ મેર, દીપકભાઈ સોની, અશોકભાઈ ડેરવાલીયા, કિશોરભાઈ મેર, ગોબરભાઇ મેર, ભાભલુભાઈ પરમાર તેમજ MD ડોક્ટર ચૌહાણ સાહેબ, ડોક્ટર ગઢવી સાહેબના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ. કેમ્પમાં અમદાવાદ બોટાદ અને ગઢડા નીલકંઠ હોસ્પટલના વિવિધ શેત્રના નામાંકિત ડોકટરો ફ્રી સેવા આપવામા આવી હતી. ગઢડા પંથકના લોકો આ કેમ્પનો વધુ ને વધુ લાભ લે તેવી સુરેશભાઈ ગોધાણી દ્વારા સૌને અપીલ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image