સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ તફડાવતી બેલડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી
સિવિલ હોસ્પિટલમાંથી મોબાઇલ તફડાવનાર બેલડીને ક્રાઇમબ્રાન્ચે આરટીઓના ગેઈટ પાસેથી ઝડપી લીધી હતી.પોલીસે આરોપીઓ પાસેથી બે ચારાઉ મોબાઇલ અને રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ,પાકીટની તફડંચીના બનાવો અવારનવાર બનતા હોય છે.તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.જે.હુણની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત,કીરતસિંહ ઝાલા અને નગીનભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે આરટીઓના ગેટ પાસેથી રીક્ષામાં બે શખસોને ઝડપી લીધા હતા.
પોલીસે પકડાયેલા આ બંને શખસોની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ વિજય લઘુશંકરભાઈ ધામેલ (ઉ.વ 34 રહે. જુના માર્કેટિંગ યાર્ડ પાસે નરસિંહ નગર શેરી નંબર છ) અને દિલીપ ગિરીશભાઈ પરમાર(ઉ.વ 25)(રહે. જુના માર્કેટિંગ યાર્ડ પાસે નરસિંહ નગર શેરી નંબર.6)હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બંનેની સઘન પૂછતાછ કરતા તેમણે સિવિલ હોસ્પિટલમાંથી ભીડનો લાભ લઇ દર્દી તથા તેમના સગાના મોબાઇલ તફડાવ્યા હોવાની કબુલાત આપી હતી.
પોલીસે આ બેલડી પાસેથી બે ચારાઉ મોબાઈલ અને રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પકડાયેલા આરોપીઓ પૈકી વિજય ધામેલ અગાઉ તાલુકા,ભક્તિનગર, આજીડેમ અને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ચોરી અંગેના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.