આર.ટી.ઈ.માં ગરીબ બાળકો સાથે અન્યાય ખોટા આવકના દાખલા કઢાવી સ્કૂલોમાં એડમિશન મેળવ્યું.
પ્રતિ શ્રી
કલેક્ટર સાહેબ
અરવલ્લી
વિષય આર.ટી.ઈ.માં ગરીબ બાળકો સાથે અન્યાય અને ખોટા આવક ના દાખલા કડાવી સ્કૂલોમાં એડમિશન આપેલ છે તે રદ કરી સાચા ગરીબોને લેવા બાબત.
મહેરબાન આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે માલપુર મથકે પ્રાઇવેટ ચાર સ્કૂલો આવેલી છે.તેમાં સરકાર શ્રી દ્વારા ગરીબ બાળકોને આ સ્કૂલોમાં સમાવેશ કરવા માટે આર ટી ઇ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવામાં આવે છે.
અતિ પછાત વાલ્મિકી સમાજના બે બાળકોએ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું છે પરંતુ આ બાળકો ને સમાવેશ કરવામાં આવ્યા નથી.
પરંતુ જે લોકો સુખી સંપન અને રાજકીય વર્ગ ધરાવતા લોકોએ અને પૈસાના જોરથી ખોટા આવક ના દાખલા કડાવીને તેમના બાળકોને આ સ્કૂલોમાં સમાવેશ કરવામાં આવે છે
ગરીબ દિકરા ભાવેશભાઈ નરેન્દ્રભાઈ વાલ્મિકી. અને
દક્ષ વિજયભાઈ આ બંને બાળકો ના પરિવાર ગરીબ છે તેઓને સ્કૂલમાં એડમિશન અપાવવા બાબતે સાચા બાળકોને આજે ન્યાય અપાવવા માટે વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ ભગત 12:00 વાગે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બાળકો સાથે આપશે.
મહેરબાન સા.શ્રી કલેકટર સાહેબ શ્રી ને નમ્ર ભરી વિનંતી છે કે માલપુર મથકે જે લોકોએ આર ટી ઇ મા ઓનલાઈન કરેલ હતા અને જે લોકોનું સમાવેશ કરવામાં આવે છે તે લોકોના ઘરે જઈ તપાસ કરવા તે લોકો સુખી છે કે નથી અને જે ગરીબ બાળકો છે તેમના પણ ઘરે તાત્કાલિક જય અને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે જે લોકોએ ખોટા દાખલા કરાયેલા છે તેમને તાત્કાલિક દાખલા રદ કરી અને સાચા ગરીબ લોકોને આ સ્કૂલોમાં સમાવેશ થાય તેવી આપ સાહેબ શ્રી ને નમ્ર ભરી વિનંતી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.