હળવદ નું ઐતિહાસિક સામતસર સરોવર જાળવણીના અભાવે ચૌમેર ગંદકી - At This Time

હળવદ નું ઐતિહાસિક સામતસર સરોવર જાળવણીના અભાવે ચૌમેર ગંદકી


હળવદનું સામતસર સરોવર લાખો રૂપિયાના ખર્ચ સ્વચ્છ કરવાનો‌ પ્રોજેક્ટ કાગળ ઉપર જ રહ્યો હોય તેવી સ્થિતિ, તળાવની સફાઈ કરી ઊંડા ઉતારવા તંત્ર બે ધ્યાન

હળવદનું વર્ષો જૂનો ઐતિહાસિક સામંતસર સરોવર જે વર્ષો પહેલા લોકો માટે ઉપયોગી હતું પરંતુ આજે તંત્ર દ્વારા યોગ્ય જળવણીના અભાવે આ તળાવ બિન ઉપયોગી બન્યું છે હળવદ સામતસર તળાવ ઉગાઉ સ્વચ્છતા તથા વિકાસ‌ માટે લાખો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી સામંતસર સરોવર સફાઈ કરી ઊંડા ઉતારવા તરફ તંત્ર બે ધ્યાન લાગતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, આ તળાવની સફાઈ કરી ઊંડા ઉતારી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો લોકોને હરવા ફરવા માટે નવી સુવિધા મળી શકે તેમ છે આથી તળાવની સફાઈ કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઊઠવા પામી છે.

હળવદનું વર્ષો જૂનો ઐતિહાસિક શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલું સામંતસર સરોવર આ સરોવરમાં વરસાદી પાણી અથવા અન્ય સ્તોત્ર દ્વારા પાણીથી ભરવામાં આવતા હતા તે સમયે પશુઓ માલઢોરો તેમજ લોકોને વાપરવા માટે પાણીથી સહેલાઈથી મળી રહેતું હતું પરંતુ તંત્રની બેદરકારી અને યોગ્ય જાળવણીના આધારે ગંદકીથી ખદબદત્તું જોવા મળે છે, થોડા સમય પહેલા હળવદની સામાજિક સંસ્થા દ્વારા ગંદકી દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પરંતુ હાલમાં હળવદનું વિશાળ ઐતિહાસિક સામતસર સરોવર ગંદકીના અને કચરાના ઢગ નજરે પડી રહ્યા છે તેમજ તળાવમાં જંગલી ઘાસ પણ ઊગી નીકળ્યું છે. અહીં પાલિકા તંત્ર દ્વારા કપડાં ધોવા માટે ઘાટ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ ઘાટ પર કચરો જામ થતાં ઘાટ પણ બિન ઉપયોગી બન્યા છે.
ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા સત્વરે તળાવની સફાઇ,તળાવનું રીનોવેશન, તળાવને ખોદી ઊંડા કરી પાણીનો સંગ્રહ કરવામાં આવે અને લોક ઉપયોગી બનાવવા માંગ ઉઠી છે..

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.