રાજુલા નો આ રોડ ખાડા માં કે ખાડામાં રોડ !! - At This Time

રાજુલા નો આ રોડ ખાડા માં કે ખાડામાં રોડ !!


રાજુલા નો આ રોડ ખાડા માં કે ખાડામાં રોડ !!

રાજુલા માં સતત બે દિવસ થી વરસાદ વરસી રહીયો છે ત્યારે ડુંગર રોડ ઉપર વરસાદ થતાં રોડની સ્થિતિ ખુબજ ખરાબ હોય ત્યારે આ વિસ્તાર રહીશો માં ભારે રોષ જોવા મળ્યો જો કે લોક મુખે ચર્ચાતી વિગત મુજબ આ રસ્તો મંજૂર થઈ ગયેલ છે તેમ છતાં આ રોડ બનાવવા માં શું તકલીફ છે તે ખબર નથી પડતી રાજુલા ડુંગર રોડ ઉપર છેલ્લા બે વર્ષથી રસ્તો નહીં બનતા ફરીથી ત્યાં વરસાદ થતાં ગારો ખીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે ત્યારે જવાબદાર સામે પગલા ભરી અને તાત્કાલિક આ રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે જાણવા મળતી વિગત મુજબ રાજુલા ડુંગર રોડ ઉપર ચંદા ગેસ્ટ હાઉસ પાસે 300 મીટર નો રસ્તો છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે બે વર્ષ પહેલાં આ માર્ગ મંજૂર થઈ ગયો છે અને તેનું કામ પણ એજન્સીને આપી દેવામાં આવ્યું છે પરંતુ ક્યાં કારણોસર આ માર્ગ બનાવવામાં આવતો નથી તેવા પ્રશ્નો ઉઠવા પામેલ છે પરિણામે બે દિવસથી પડી રહેલા વરસાદથી ફરીથી ગારો ખીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય !! આ રોડ ઉપરથી આશરે અંદાજિત કાયમીના 800 કરતા પણ વધુ વાહનો વાહનો પસાર થાય છે તેમ જ આ રોડ પર અનેક સોસાયટી પણ આવેલ છે સોસાયટીના રહીશો અને ગ્રામજનો અહીંથી પસાર થતા હોય છે પરંતુ તંત્ર નું પેટનું પાણી હાલતું નથી આ રોડ પર અનેક શાળા આવેલી હોઈ અનેક વિદ્યાર્થીઓ પણ પસાર થઈ રહ્યા હોય ત્યારે આ રસ્તો વહેલી ચક્ર બને તેવી લોકમાં ઘણી ઉઠવા પામેલ છે શું રાજુલા ના જાગૃત ધારાસભ્ય આ બાબતે દયાન આપશે ખરા ??


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.