યુજીવીસીએલ વર્તુળ કચેરીમાં સન્માન સમારોહ યોજવામા આવ્યો
અધિક્ષક ઇજનેરથી વિશેષ મુખ્ય ઇજનેર તરીકે બઢતી પામેલ જી.જે.ધનુલાનો તાજેતરમાં હિંમતનગર સ્થિત યુજીવીસીએલ કચેરી દ્વારા શુભેચ્છાસહ વિદાય તેમજ નવા નિમાયેલા અધિક્ષક ઇજનેર વી.બી.પટેલનો સ્વાગત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની વર્તુળ કચેરીના વિભાગીય વડા, વર્તુળ કચેરી તાબા હેઠળના પાંચેય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરો તથા જીઈબી એંજિનિયર આસોસિએશન અને અખિલ વિદ્યુત કામદાર સંઘના આગેવાન અને હોદ્દેદારો, નાયબ ઇજનેરો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.