કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
રાજકોટના નાણાવટી ચોક પાસે આશાપુરા પાન નામની દુકાને કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશે બીસ્ટોલ સળગાવી દિવાસળી ત્યાં ફાકી ખાવા આવેલ મૂળ વેરાવળ પંથકના યુવાન હિરેન ડોડીયા પર ફેંકી ઝઘડો કર્યા બાદ છરીના બે ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મૂળ વેરાવળના મંડોર ગામમાં રહેતાં હિરેનભાઇ કાનાભાઈ ડોડીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેનિષ મહાજન, સુજલ સોલંકી અને સુનીલ નામના શખ્સનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા આઠેક મહીનાથી તેમના મિત્ર પિયુષભાઈ વાળા, કનકભાઈ બારડ સાથે પી.જી.માં રહે છે. તે ખાનગી બેંકમાં નોકરી કરે છે.
ગઈકાલે રાત્રીના સાળા નવેક વાગ્યે નોકરી ઉપરથી છુટી રૂમ પર જવા નિકળેલ હતો. ત્યારે આશરે દશેક વાગ્યે નાણાવટી ચોક પાસે આવેલ મોમાઇ ચા ની હોટલ પાસે આશાપુરા પાન નામની દુકાને ફાકિ ખાવા માટે ગયેલ ત્યારે દુકાને ત્રણ ચાર વ્યક્તિઓ ઉભેલ હતા. જે પૈકી પીળા કલરનો સર્ટ પહેરેલ એક વ્યક્તિ હતો જે દુકાનના થળાને ટેકો દઈ સીગરેટ સળગાવતો હતો. ત્યારે તેણે દિવાસળી સળગાવી તેમના ઉપર ફેકેલ જેથી તેને કહેલ કે, શું થયું ભાઈ? તો તેણે બીજી દીવાસળી સળગાવી ફેકેલ જે પણ તેમના શર્ટ પર આવતા કહેલ કે, કેમ ભાઇ વાંક વગર મારા ઉપર દિવાસળી સળગવી ફેકો છો, કહેતાં તે ગાળો દેવા લાગેલ હતો.
દરમિયાન તેમની સાથે અન્ય બે શખ્સો હોય જેમને તમારા મિત્રને સમજાવો તે કારણ વગર ગાળો બોલે છે જેથી તે બે પૈકિ એક વ્યક્તિ જેણે પોતાનુ નામ સુજલ સોલંકી હોવાનુ જણાવેલ અને કહેલ કે, આ જેનીશ મહાજન છે, તે કોઇનું માનશે નહીં તમે અહીંથી જતા રહો પરંતુ તેઓ દુકાને ફાકી લેવા માટે ઉભો હતો,
તે દરમ્યાન જેનીશ મહાજન ગાળ બોલેલ અને બીજો તેનો મિત્ર ત્યાં હાજર હતો જેને જેનીશ મહાજને કહેલ કે, સુનીલ આને સમજાવ કે અહીંથી જતો રહે, તેમ કહી ઝપાઝપી કરવા લાગેલ હતાં. તેમજ જેનીશ મહાજન દોડીને દુકાનની સામે પડેલ તેના એકસેસમાંથી છરી લઇ આવેલ અને તેમના ઉપર ઘા કરવાનો પ્રયત્ન કરતા એક ઘા હાથમાં લાગી ગયેલ હતો.
બાદમાં ફરીયાદી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા સુજલ અને સુનીલે તેમને રોકી ગાળા ગાળી કરતા હતા આ દરમ્યાન જેનીશ ફરીવાર પાછળથી ગળાના ભાગે અને કાનના પાછળના ભાગે છરીનો બીજો ઘા ઝીંકી દિધેલ હતો. જેથી યુવાનને ખુબ જ લોહી નીકળવા લાગતા તે એકદમ ગભરાઈ ગયેલ અને ત્યાથી આગળ શેરીમા થોડે દુર જઈ તેના મિત્રોને જાણ કરતાં દોડી આવેલ મિત્રોએ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં આરોપી જેનિસ મહાજનને પણ બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા સારવારમાં ખસેડાયો હતો. પીઆઈ કે. જે.કરપડા અને ટીમે હાલ આરોપી પર પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.